શોધખોળ કરો

11 તારીખે 11:11 વાગે દક્ષિણ આફ્રિકાને જીત માટે જોઇતા હતા 111 રન, આંકડો જોઇને ચકરાઇ જશે મગજ

South Africa vs Australia Test 11/11/11 Moment: મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 284 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ દરમિયાન માઈકલ ક્લાર્કે 22 ચોગ્ગાની મદદથી 151 રનની શાનદાર ઈનિંગ રમી હતી

South Africa vs Australia Test 11/11/11 Moment: તમે ક્રિકેટના ઈતિહાસમાં આવા ઘણા રેકોર્ડ જોયા હશે, જે પાછળથી તૂટી જાય છે. પરંતુ અમે તમને ક્રિકેટ જગતની એક એવી વ્યક્તિ જણાવીશું, જેનું પુનરાવર્તન ક્યારેય નહીં થાય. અમે દક્ષિણ આફ્રિકાની 11/11/11ની ક્ષણની વાત કરી રહ્યા છીએ, જ્યારે 11મીએ રાત્રે 11:11 વાગ્યે પ્રૉટીયાઝ ટીમને જીતવા માટે 111 રનની જરૂર હતી. તો ચાલો જાણીએ આ ઘટના ક્યારે, ક્યાં અને કઈ ટીમ સામે બની હતી.

આ સંયોગ નવેમ્બર 2011માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી મેચમાં બન્યો હતો. આ મેચ 09 થી 13 નવેમ્બર વચ્ચે રમાઈ હતી. મેચમાં એક ક્ષણ એવી આવી જ્યારે 11 નવેમ્બર, 2011ના રોજ રાત્રે 11:11 વાગ્યે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 111 રનની જરૂર હતી. આ ખરેખર ક્રિકેટની સૌથી અનોખી ક્ષણોમાંની એક હતી.

ESPN અનુસાર, સ્ટેન્ડ પર હાજર ચાહકોએ આ ક્ષણને વધુ ખાસ બનાવી દીધી હતી. ચાહકો એક મિનિટ માટે એક પગ પર ઉભા રહ્યા, જેના કારણે આ ક્ષણ વધુ યાદગાર બની ગઈ. એમ્પાયર ઇયાન ગૉલ્ડ પણ આ મનોરંજનમાં જોડાયા હતા.

દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટથી જીતી લીધી હતી મેચ 
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 284 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ દરમિયાન માઈકલ ક્લાર્કે 22 ચોગ્ગાની મદદથી 151 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો.

ત્યારબાદ દક્ષિણ આફ્રિકા તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 96 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ દરમિયાન ગ્રીમ સ્મિથે સૌથી મોટી ઇનિંગ રમી અને 37 રન બનાવ્યા. ટીમના માત્ર બે બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા.

પછી સૌથી રસપ્રદ વાત એ હતી કે, ઓસ્ટ્રેલિયા તેની બીજી ઇનિંગમાં માત્ર 47 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. આ સમયગાળા દરમિયાન માત્ર 2 ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા.

ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ ટાર્ગેટનો પીછો કરતા 236/2 રન બનાવ્યા અને 8 વિકેટે જીત મેળવી. આ દરમિયાન ગ્રીમ સ્મિથે 15 ચોગ્ગાની મદદથી ટીમ માટે 101* રન બનાવ્યા હતા. આ સિવાય હાશિમ અમલાએ 21 ચોગ્ગાની મદદથી 112 રન બનાવ્યા હતા. 

આ પણ વાંચો

IPL 2025: ચેન્નાઇની ટીમમાં એન્ટ્રી મારશે 17 વર્ષનો આ છોકરો, ઉંમરલાયક ખેલાડીઓનો ટ્રેન્ડ ખતમ ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર

Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર, વાહન ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે માર્યા છરીના ઘા

Vav assembly bypoll:  ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?

Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર
Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો કરાવ્યો પ્રારંભVav By Poll 2024 : ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસનો પ્રચાર , ગેનીબેને ભાજપ નેતાને આપ્યું ગુલાબનું ફૂલJustice Sanjiv Khanna : જસ્ટીસ સંજીવ ખન્ના બન્યા દેશના 51માં CJIVav By Poll 2024 : Parbat Patel : માવજીભાઈને લઈ પરબત પટેલનું સામે આવ્યું ચોંકાવનારું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર, વાહન ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે માર્યા છરીના ઘા
Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર, વાહન ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે માર્યા છરીના ઘા
Vav assembly bypoll:  ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?
Vav assembly bypoll: ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?
Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર
Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર
Vav assembly bypoll: માવજી પટેલ પર શંકર ચૌધરીનો વળતો પ્રહાર, ફોર્મ પાછુ ખેંચવાના બદલામાં બનાસ બેન્ક માંગી હોવાનો દાવો

iPhone લવર્સને મોટો ઝટકો, હવે નહી મળે આ ત્રણ મૉડલ્સ

વાવમાં રાજકારણ ગરમાયું, પક્ષમાંથી હાંકી કઢાયેલા પાંચેય નેતાઓએ ભાજપ સામે જ મોરચો માંડ્યો

Junagadh: આજથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત, જાણો શું શું કરાઇ છે વ્યવસ્થા ?

Embed widget