Hockey World Cup 2023: ભારતીય ટીમને મોટો ઝટકો, મીડફિલ્ડર હાર્દિક સિંહ ઇજાના કારણે હૉકી વર્લ્ડકપમાંથી બહાર
ચીફ કૉચ ગ્રાહમ રીડે કહ્યું કે, ગઇ રાત્રે અમે રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મેચ પહેલા હાર્દિક સિંહને રિપ્લેસ કરવાનો એક મોટો ફેંસલો કર્યો છે
IND vs NZ Hockey Match: ઓડિશામાં ચાલી રહેલા 15માં હૉકી વર્લ્ડકપમાં ભારતીય ટીમ (Indian Hockey Team) ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના મુખ્ય ખેલીડ હાર્દિક સિંહ (Hardik Singh) હેમસ્ટ્રીંગ ઇન્જરીના કારણે આખા હૉકી વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રૉસઓવર મેચના એક દિવસ પહેલા જ આ ખરાબ સમાચાર સામે આવ્યા છે, હાર્દિક સિંહની જગ્યાએ રાજકુમાર પાલને સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે.
ચીફ કૉચ ગ્રાહમ રીડે કહ્યું કે, ગઇ રાત્રે અમે રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મેચ પહેલા હાર્દિક સિંહને રિપ્લેસ કરવાનો એક મોટો ફેંસલો કર્યો છે. શરૂઆતમાં તેની ઇજા આટલી ગંભીર નહતી લાગી રહી, પરંતુ આના પર વિચાર વિમર્શ કર્યા બાદ આ ફેંસલો લેવામા આવ્યો છે, હાર્દિક સિંહની જે અંદાજમાં શરૂઆતી બે મેચોમાં લાજવાબ પ્રદર્શન કરી રહ્યો હતો, તેને જોતા આ તેના માટે ખુબ નિરાશાજનક વાત છે.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં થઇ હતી ઇજા -
હાર્દિક સિંહને 15 જાન્યુઆરીએ રમાયેલી ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ મેચ દરમિયાન ઇજા પહોંચી હતી. આ પછી તેને વેલ્સ વિરુદ્ધ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં આશા હતી કે આ ઇજા આટલી ગંભીર નથી, પરંતુ બાદમાં ટીમ મેનેજેમેન્ટે તેને રિપ્લેસ કરવાનો ફેંસલો કરવો પડ્યો.
ક્રોસઓવર મેચમાં કોનો સામનો થશે?
ક્રોસઓવર મેચમાં ભારતીય ટીમ પુલ-સીમાં ત્રીજા ક્રમની ન્યૂઝીલેન્ડની ટીમ સામે ટકરાશે. આ પુલમાં ન્યૂઝીલેન્ડને નેધરલેન્ડ અને મલેશિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેની એકમાત્ર જીત ચિલી સામે હતી. આ મેચ 22 જાન્યુઆરીએ ભુવનેશ્વરમાં સાંજે 7 વાગ્યે રમાશે.
હૉકી વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર કમાલ કર્યો છે, ગુરુવારે (19 જાન્યુઆરી)એ પોતાની ત્રીજી મેચમાં વેલ્સને માત આપી છે, ભારત અને વેલ્સ વચ્ચે રમાયેલી હૉકી મેચમાં ભારતે વેલ્સને 4-2થી સજ્જડ હાર આપી હતી. તેને પૂલ ડીમાં 4-2થી હરાવી દીધુ, આ જીત સાથે જ ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઇ છે. હવે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે હવે ક્રૉસ ઓવર મેચ રમશે. ત્યાં તેની ટક્કર 22 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે થવાની છે.
ટીમ ઇન્ડિયાએ ગૃપ ડીની છેલ્લી મેચમાં વેલ્સને 4-2થી માત આપી દીધી, આ જીત છતાં હવે ભારતીય ટીમ સીધી ક્વાર્ટરમાં નહીં પહોંચી શકે. આગામી 22મી જાન્યુઆરીએ ક્રૉચ ઓવર મેચ કલિંગ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમવી પડશે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ ડ્રૉ મેચ રમી હતી, આમ છતાં તે ફરીથી જીતના પાટા પર ચઢી ગઇ છે. હૉકી વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમને આગળ જવા માટે આગામી પડકારોનો સામનો કરવો પડી શકે છે. હૉકી વર્લ્ડકપ 2023માં આજે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાઇ હતી, ભારતીય ટીમની જીતમાં આકાશદીપ સિંહનો મુખ્ય રૉલ રહ્યો, જેને પોતાની ટીમ માટે બે ગૉલ કર્યા, આ ઉપરાંત શમશેર સિંહ અને કેપ્ટન હરમપ્રીત સિંહે એક-એક ગૉલ ફટકાર્યો હતો.
હૉકી વર્લ્ડકપ 2023 - હવેની મેચોનું શિડ્યૂલ
22 જાન્યુઆરી -
25. પહેલી ક્રૉઓવરઃ પૂલ સીની બીજા નંબરની ટીમ વિરુદ્ધ પૂલ ડીની ત્રીજા નંબરની ટીમ (ભૂવનેશ્વર) સાંજે 4.30 વાગે
26. બીજી ક્રૉસઓવરઃ પૂલ ડીની બીજા નંબરની ટીમ વિરુદ્ધ પૂલ સીની ત્રીજા નંબરની ટીમ (ભૂવનેશ્વર) સાંજે 7.00 વાગે.
23 જાન્યુઆરી -
27. ત્રીજી ક્રૉસઓવરઃ પૂલ એની બીજા નંબરની ટીમ વિરુદ્ધ પૂલ બીની ત્રીજા નંબરની ટીમ (ભૂવનેશ્વર) સાંજે 4.30 વાગે
28. ત્રીજી ક્રૉસઓવરઃ પૂલ બીની બીજા નંબરની ટીમ વિરુદ્ધ પૂલ સીની ત્રીજા નંબરની ટીમ (ભૂવનેશ્વર) સાંજે 7.00 વાગે
24 જાન્યુઆરી -
29. પહેલી ક્વાર્ટર ફાઇનલઃ પૂલ એની નંબર 1 ટીમ વિરુદ્ધ 25મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 4:30 વાગે
30. બીજી ક્વાર્ટર ફાઇનલઃ પૂલ બીની નંબર 1 ટીમ વિરુદ્ધ 26મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 7 વાગે
25 જાન્યુઆરી -
31. ત્રીજી ક્વાર્ટર ફાઇનલઃ પૂલ સીની નંબર 1 ટીમ વિરુદ્ધ 27મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 4:30 વાગે
32. ચોથી ક્વાર્ટર ફાઇનલઃ પૂલ ડીની નંબર 1 ટી વિરુદ્ધ 28મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 7 વાગે
26 જાન્યુઆરી -
9માંથી 16માં સ્થાન માટે ચાર મેચ (રાઉરકેલા)
27 જાન્યુઆરી -
37. પહેલી સેમિફાઇનલઃ 29મી મેચની વિજેતા વિરુદ્ધ 32મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 4:30 વાગે
38. બીજી સેમિફાઇનલઃ 30મી મેચની વિજેતા વિરુદ્ધ 31મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 7 વાગે
28 ફેબ્રુઆરી -
9માંથી 16માં સ્થઆ માટે છેલ્લી ચાર મેચની વિજેતા ટીમની વચ્ચે આગામી ચાર મેચ (રાઉરકેલા)
29 જાન્યુઆરી -
43. બ્રૉન્ઝ મેડલ મેચઃ 37મી અને 38મી મેચોમાં હારી ગયેલી ટીમો વચ્ચે (ભૂવનેશ્વર) સાંજ 4:30 વાગે
44. ગૉલ્ડ મેડલ મેચઃ 37મી અને 38મી મેચોની જીતેલી ટીમો વચ્ચે (ભૂવનેશ્વર) 7 વાગે.