શોધખોળ કરો

ICCએ 2023 વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન જાહેર કરી, ભારતના 6 ખેલાડીઓનો સમાવેશ, ચેમ્પિયન કેપ્ટનને સ્થાન ન મળ્યું

ICC: ICC દ્વારા વર્લ્ડ કપ 2023ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે. જોકે ICCએ આ પ્લેઈંગ ઈલેવનમાં વિજેતા કેપ્ટન પેટ કમિન્સને સ્થાન આપ્યું નથી.

ICC Playing XI Of World Cup 2023: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2023 વર્લ્ડ કપ માટે તેની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે. આ ટીમમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન પેટ કમિન્સ આ ટીમમાં નથી. ICCએ રોહિત શર્માને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

2023 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર રચિન રવિન્દ્ર પણ આ ટીમનો ભાગ નથી. આ સિવાય ICCએ પોતાની વિસ્ફોટક બેટિંગથી દુનિયાને પ્રભાવિત કરનારા હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને પણ પોતાની ટીમમાં સ્થાન આપ્યું નથી.

ભારતના આ 6 ખેલાડીઓને સ્થાન મળ્યું છે

પ્લેઈંગ ઈલેવનમાં સામેલ 6 ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો તેમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ થાય છે. ટીમમાં સામેલ વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 765 રન બનાવ્યા હતા. આ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ ઝડપી હતી. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે આખી ટૂર્નામેન્ટમાં બેટની સાથે સાથે વિકેટ પાછળ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આઈસીસીની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં ભારતના છ ખેલાડીઓ, શ્રીલંકાના એક, ન્યુઝીલેન્ડના એક, દક્ષિણ આફ્રિકાના એક અને ખિતાબ વિજેતા ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શ્રીલંકાના દિલશાન મદુશંકા, ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલ, દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને સ્પિનર ​​એડમ ઝમ્પાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આફ્રિકાના ડી કોક એ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 4 સદી ફટકારનાર ખેલાડી હતો. આ સિવાય ડેરિલ મિશેલે 9 ઇનિંગ્સમાં 552 રન બનાવ્યા હતા. આ સિવાય ઓસ્ટ્રેલિયાના એમડી જમ્પાએ 23 અને શ્રીલંકાના દિલશાન મદુશંકાએ 21 વિકેટ લીધી હતી.

ICC ની 2023 વર્લ્ડ કપની શ્રેષ્ઠ XI- ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ડેરીલ મિશેલ, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, દિલશાન મદુશંકા, એડમ ઝમ્પા અને મોહમ્મદ શમી.

ફાઈનલમાં ભારતની હાર

ફરી એકવાર કરોડો ભારતીય ચાહકોના સપના ચકનાચૂર થઈ ગયા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લાબુશેને 58 રન બનાવ્યા હતા. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતથી જ ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jhansi Medical College Fire News: ભયાનક દુર્ઘટનામાં 10 બાળકોના મોત Watch VideoBopal Fire News: આગના રેસ્ક્યુ દરમિયાન એકનું મોત, 23 લોકો સારવાર હેઠળ Abp AsmitaSurat Honeytrap Case: અશ્લિલ ફોટા પડાવી નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી ખંખેર્યા પાંચ લાખ રૂપિયાDahod Accident : દાહોદમાં 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત, 5 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Embed widget