શોધખોળ કરો

ICC Awards 2022: ICC Awards 2022: ICCએ વન-ડે ટીમની કરી જાહેરાત, રોહિત-કોહલી નહી પણ આ ભારતીય ખેલાડીઓને આપ્યું સ્થાન

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષ 2022 ની પુરુષોની શ્રેષ્ઠ વન-ડે ટીમની જાહેરાત કરી છે

ICC Men's ODI Team Of The Year 2022: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષ 2022 ની પુરુષોની શ્રેષ્ઠ વન-ડે ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમને ICC દ્વારા જાહેર કરાયેલી વર્ષ 2022ની વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગયા વર્ષે બાબર આઝમે વનડેમાં કેપ્ટનશિપ સિવાય શાનદાર બેટિંગ કરી હતી. ભારતના શ્રેયસ અય્યર અને મોહમ્મદ સિરાજને પણ ICC મેન્સ ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.  વર્ષ 2022ની સર્વશ્રેષ્ઠ ODI ટીમની વિશેષતા એ છે કે તેમાં કોઈપણ દેશના બેથી વધુ ખેલાડીઓ સામેલ નથી. ICC ટીમ ઓફ ધ યરમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ બેટિંગ, બોલિંગ અથવા સમગ્ર વર્ષ દરમિયાન ODI ક્રિકેટમાં તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનથી પ્રભાવિત કરે છે.

વર્ષ 2022ની શ્રેષ્ઠ વન-ડે ટીમ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી વર્ષની સર્વશ્રેષ્ઠ મેન્સ વનડે ટીમમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ અને ભારતના 2-2 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેના એક-એક ખેલાડીને સ્થાન આપવામા આવ્યું છે. 

આઇસીસી શ્રેષ્ઠ વન-ડે ટીમ

બાબર આઝમ (કેપ્ટન, પાકિસ્તાન), ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા), શાઈ હોપ (વેસ્ટ ઈન્ડિઝ), શ્રેયસ ઐયર (ભારત), ટોમ લાથમ (વિકેટકીપર, ન્યૂઝીલેન્ડ), સિકંદર રઝા (ઝિમ્બાબ્વે), મહેંદી હસન (બાંગ્લાદેશ), અલઝારી જોસેફ (વેસ્ટ ઈન્ડિઝ) ), મોહમ્મદ સિરાજ (ભારત), ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂઝીલેન્ડ), એડમ ઝમ્પા (ઓસ્ટ્રેલિયા).

બાબર આઝમનું શાનદાર પ્રદર્શન

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને ICC ટીમ ઓફ ધ યર 2022નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગત વર્ષે તેણે ટીમની કેપ્ટનશીપ ઉપરાંત શાનદાર બેટિંગ પણ કરી હતી. વર્ષ 2022માં બાબરની કેપ્ટનશીપમાં પાકિસ્તાને 9 મેચ રમી જેમાંથી 8માં જીત અને એકમાં હાર થઈ. ગયા વર્ષે પાકિસ્તાનની વન-ડે જીતવાની ટકાવારી 88.88 હતી. વર્ષ 2022માં બાબરે 9 મેચની તમામ ઇનિંગ્સમાં 679 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. બાબર આઝમનો ગયા વર્ષે વન-ડે ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 114 રન હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
જો કંપની બંધ થઇ જાય તો કર્મચારીઓ કેવી રીતે લઇ શકે છે પગાર? જાણો તમારા અધિકાર?
જો કંપની બંધ થઇ જાય તો કર્મચારીઓ કેવી રીતે લઇ શકે છે પગાર? જાણો તમારા અધિકાર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Embed widget