શોધખોળ કરો

ICC Cricket WC 2023: : ODI વર્લ્ડકપને લઈ મોટા સમાચાર, BCCIને ધમકી આપતું PCB હવે થુંકેલુ ચાટશે

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ટૂર્નામેન્ટને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

Pakistan Cricket Team Ready For India : ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના આગમન અંગેની સ્થિતિ હજુ તો સ્પષ્ટ થઈ નથી. પરંતુ થોડા સમય પહેલા સુધી ભારતમાં નહીં આવવાની ધમકી આપનાર પાકિસ્તાનને હવે વાસ્તવિકતાનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. હવે પાકિસ્તાન માત્ર વર્લ્ડ કપ માટે ભારત આવવા માટે તૈયાર નથી પરંતુ તેણે બે શહેરોની પણ ઓળખ કરી છે જ્યાં તે તેની તમામ મેચ રમવા માંગે છે.

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ટૂર્નામેન્ટને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેની શરૂઆત એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવા અંગે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના નિવેદનથી થઈ હતી. ત્યારથી પીસીબીના અધિકારીઓ પણ વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી રહ્યા હતા.

પાકિસ્તાનની નજર કોલકાતા અને ચેન્નાઈ પર

પાકિસ્તાનની ધમકીની બીસીસીઆઈ અને આઈસીસી પર કોઈ અસર થતી નથી તે જોઈને હવે પીસીબી ઘૂંટણિયે પડીને ભારત આવીને રમવા તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્લ્ડકપ માટે નક્કી કરાયેલા 12 સ્થળોમાં પાકિસ્તાને બે એવા શહેરોની ઓળખ કરી છે જ્યાં તે પોતાની તમામ મેચ રમવા માંગે છે. રિપોર્ટમાં આઈસીસીના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન લીગ તબક્કાની તેની તમામ 9 મેચ ચેન્નાઈ અને કોલકાતામાં જ રમવા માંગે છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાની બોર્ડના અધિકારીઓ આ મુદ્દા પર ICC અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે. જો કે ICC અને BCCI નક્કી કરશે કે કઈ ટીમ ક્યાં રમશે, પરંતુ પાકિસ્તાની ટીમ પોતાની તમામ મેચો માત્ર કોલકાતા અને ચેન્નાઈમાં જ રમવાનું પસંદ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાની ટીમ બંને શહેરોમાં વધુ સુરક્ષિત અનુભવે છે.

કોલકાતા અને ચેન્નાઈ જ શા માટે?

પાકિસ્તાને કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે 2016 T20 વર્લ્ડમાં ભારત સામે તેની મેચ રમી હતી. જો કે મેચ ધર્મશાલામાં યોજાવાની હતી, પરંતુ સુરક્ષાના કારણોસર તેને કોલકાતા ખસેડવામાં આવી હતી. સાથે જ 1999માં ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનને ઘણો પ્રેમ મળ્યો હતો. આ સ્થિતિમાં પાકિસ્તાન પોતાની મેચ આ બે શહેરોમાં રમવા માંગે છે. જો કે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જોકે તમામ મદાર હવે BCCI અને ભારત સરકાર પર પણ નિર્ભર રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Cold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલJaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Bollywood: છુટાછેડાની અફવા વચ્ચે જાહેરમાં જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા, પત્નીની સંભાળ લેતો જોવા મળ્યો અભિનેતા
Bollywood: છુટાછેડાની અફવા વચ્ચે જાહેરમાં જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા, પત્નીની સંભાળ લેતો જોવા મળ્યો અભિનેતા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
RBI Rule: જો કોઈ બેંક ડૂબી જાય તો તમને કેટલા પૈસા મળશે, જાણી લો RBIના નિયમો
RBI Rule: જો કોઈ બેંક ડૂબી જાય તો તમને કેટલા પૈસા મળશે, જાણી લો RBIના નિયમો
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
Embed widget