શોધખોળ કરો
Advertisement
ICC ODI World Cup 2023: રોહિત શર્મા આ મામલે બન્યો નંબર-1, તોડ્યો અઝહરુદ્દીનનો રેકોર્ડ
ODI World Cup 2023: રોહિત શર્મા વર્લ્ડકપમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરનારો સૌથી મોટી વયનો કેપ્ટન બની ગયો છે. પહેલા આ રેકોર્ડ મોહમ્મદ અઝહરુદ્દીનના નામે હતો.
Mens Cricket World Cup 2023: વર્લ્ડકપ 2023માં આજે ભારત ઓસ્ટ્રેલિયા સામે મેચ રમીને ટુર્નામેન્ટના શ્રીગણેશ કરશે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ટોસ માટે મેદાનમાં ઉતરવાની સાથે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રોહિત શર્મા વર્લ્ડકપમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરનારો સૌથી મોટી વયનો કેપ્ટન બની ગયો છે.
વર્લ્ડ કપ મેચમાં ભારતના સૌથી મોટી વયના કેપ્ટન
36 વર્ષ 161 દિવસ - રોહિત શર્મા (2023)*
36 વર્ષ 124 દિવસ - એમ અઝહરુદ્દીન (1999)
34 વર્ષ 71 દિવસ - રાહુલ દ્રવિડ (2007)
34 વર્ષ 56 દિવસ - એસ વેંકટરાઘવન (1979)
33 વર્ષ 262 દિવસ - એમએસ ધોની (2015)
- આ મેચ પહેલા આ બંને ટીમો વર્લ્ડ કપમાં 12 વખત ટકરાયા હતા. આમાં ઓસ્ટ્રેલિયા 8 વખત જીત્યું છે. આ સાથે જ ભારતીય ટીમે 4 વખત આ ગેમ જીતી છે. જો કે, જૂના આંકડા વર્તમાન સંજોગો પર બહુ અસર કરતા નથી. હાલમાં ટીમ ઈન્ડિયા મજબૂત છે અને તે હોમ ગ્રાઉન્ડ પર રમી રહી છે.
- ICC ODI રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા 116 રેટિંગ સાથે પ્રથમ સ્થાન પર છે. અહીં ઓસ્ટ્રેલિયાની ટીમ 112 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. એટલે કે ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા કરતા સારી છે.
- તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝનું સમાપન થયું હતું. તે શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. સિનિયર ખેલાડીઓને આરામ આપવા છતાં ભારતે આ શ્રેણી સરળતાથી જીતી લીધી હતી. આવી સ્થિતિમાં હાલમાં હેડ ટુ હેડ આંકડા ભારતની તરફેણમાં જઈ રહ્યા છે.
- ભારત વર્લ્ડ કપ 2023નો યજમાન દેશ છે. આવી સ્થિતિમાં ઘરની સ્થિતિનો ટીમને ચોક્કસ ફાયદો થશે. કોઈપણ વિપક્ષી ટીમ માટે ઘરઆંગણે ટીમ ઈન્ડિયાને હરાવવું આસાન રહ્યું નથી.
- ઓસ્ટ્રેલિયાના પક્ષમાં પણ કેટલાક આંકડા છે. જે મેદાન પર આજની મેચ રમાવાની છે. ઓસ્ટ્રેલિયા પહેલા પણ ત્યાં વર્લ્ડ કપ મેચ રમી ચૂક્યું છે. ઓસ્ટ્રેલિયાએ ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ત્રણ વર્લ્ડ કપ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. આ મેદાન પર તેણે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાં પણ હરાવ્યું છે.
- વર્લ્ડ કપ 2019 બાદથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ODIમાં 12 વખત ટકરાયા છે. આ મેચોમાં બંને ટીમોએ 6-6થી જીત મેળવી છે. તેનો અર્થ એ કે સ્પર્ધા સમાન રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
અમદાવાદ
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion