શોધખોળ કરો

ODI World Cup 2023: ભારત-પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં રમાઈ શકે છે વર્લ્ડ કપ મેચ, ઓક્ટોબરમાં શરૂ થશે ટુર્નામેન્ટ

India vs Pakistan: ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

India vs Pakistan Ahmedabad ICC ODI World Cup 2023:  ભારત-પાકિસ્તાન મેચ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર હોય છે. ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે. તે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાઈ શકે છે. વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અમદાવાદના સ્થળને સીલ કરવા જઈ રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ત્યારથી બંને ટીમો ODI ફોર્મેટમાં આમને સામને થઈ શકી નથી.

વિશ્વભરના ચાહકોને છે ભારત-પાક. મુકાબલાની રાહ

વિશ્વભરના ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની રાહ જોઈ રહ્યા છે. હવે આ બંને ટીમો વર્લ્ડ કપમાં આમને-સામને થશે. 'ઈન્ડિયન એક્સપ્રેસ' માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ શકે છે. આ સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો બેસી શકે છે. બીસીસીઆઈ આ અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરશે.

ક્યારે શરૂ થશે ટુર્નામેન્ટ

અહેવાલો અનુસાર, ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે અને ટૂર્નામેન્ટની અંતિમ મેચ નવેમ્બરમાં રમાશે. આ માટે અનેક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનઉ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગ્લોર અને ધર્મશાલાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની તમામ મેચ ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતામાં રમાઈ શકે છે.

ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપમાં છેલ્લે ક્યારે થઈ હતી ટક્કર

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ભારતે ડકવર્થ લુઈસના નિયમ અનુસાર આ મેચ 89 રને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 336 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન સામે 40 ઓવરમાં માત્ર 212 રન જ થયા હતા. વરસાદના કારણે તેમને 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 140 રનની યાદગાર ઇનિંગ રમી હતી.

આ પણ વાંચોઃ

IPL Records: આઈપીએલમાં ભુવનેશ્વર કુમારના નામે નોંધાયેલો છે આ અનોખો રેકોર્ડ, જાણો આઈપીએલના રેકોર્ડ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget