(Source: Poll of Polls)
ICC Ranking: હાર્દિકનો જલવો, ઓલરાઉન્ડર રેન્કિંગમાં આ નંબર પર પહોંચ્યો
T20 વર્લ્ડ કપ 2024 પહેલા હાર્દિક પંડ્યાની તેના ખરાબ ફોર્મ માટે ટીકા થઈ રહી હતી. આ દરમિયાન ICCએ તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે.
ICC T20 All-Rounder Ranking: ટી 20 વર્લ્ડ કપ 2024 પહેલા હાર્દિક પંડ્યા (Hardik pandya)ની તેના ખરાબ ફોર્મ માટે ટીકા થઈ રહી હતી. આ દરમિયાન ICCએ તાજેતરની રેન્કિંગ (ICC Ranking)જાહેર કરી છે, જેમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસન અને શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા સંયુક્ત રીતે T20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. બંનેના હાલ 228 પોઈન્ટ છે. ટોપ-10માં માત્ર એક ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના રૂપમાં છે, જે 7મા સ્થાને યથાવત છે. હાર્દિક પંડ્યાના હાલમાં 185 પોઈન્ટ છે. બીજી તરફ શાકિબ અને હસરંગા પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ટોચ પર પહોંચી ગયા છે.
અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબી 218 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ દરમિયાન ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને બે સ્થાનનો ફાયદો થયો છે અને તે T20 ઓલરાઉન્ડરોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ છઠ્ઠા નંબર પર છે. આ બધા સિવાય નેપાળના દીપેન્દ્ર સિંહને એક સ્થાનનો ફાયદો થયો છે, જેના કારણે તેને ટોપ-10માં સ્થાન મળ્યું છે.
બેટ્સમેનોમાં સૂર્યકુમાર યાદવ ટોપ પર છે
બેટ્સમેનોની વાત કરીએ તો ભારતના સૂર્યકુમાર યાદવ હજુ પણ 861 પોઈન્ટ સાથે ટોપ પર છે. ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ 802 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. રિઝવાનને હાલમાં 781 અને બાબરને 761 પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન એડન માર્કરામ પાંચમા સ્થાને છે. સૂર્યકુમાર યાદવ ઉપરાંત યશસ્વી જયસ્વાલના રૂપમાં અન્ય એક ભારતીય બેટ્સમેન ટોપ-10માં છે. જયસ્વાલ 714 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.
ટી20 બોલિંગ રેન્કિંગ પર નજર કરીએ તો ઈંગ્લેન્ડના આદિલ રાશિદનો દબદબો છે. વાનિન્દુ હસરંગા બીજા સ્થાને છે. બોલરોમાં ટોપ-10માં બે ભારતીય બોલર પણ સામેલ છે. અક્ષર પટેલ (660) ચોથા સ્થાને છે જ્યારે રવિ બિશ્નોઈ સંયુક્ત રીતે પાંચમા સ્થાને છે.
ICC ઓલરાઉન્ડરોની તાજેતરની રેન્કિંગમાં હાર્દિક પંડ્યા 185 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ પછી સાતમા ક્રમે છે.
ભારતનો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 714 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. ટી20 બોલરોની રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો સ્પિનર આદિલ રાશિદ (726 પોઈન્ટ) ટોચ પર છે. હસરંગા (687) બીજા ક્રમે અને વેસ્ટ ઈન્ડિઝના અકીલ હુસૈન (664) બીજા ક્રમે રહ્યો છે. ભારતનો અક્ષર પટેલ (660) ચોથા ક્રમે રહ્યો હતો. શ્રીલંકાના મહેશ તિક્ષણા 659 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.