શોધખોળ કરો

T20 World Cup: T20 વર્લ્ડકપ જીતનારી ટીમ થશે માલામાલ, મળશે આટલા કરોડ, રકમ જાણીને આંખો પહોળી થઈ જશે

T20 World Cup News: ટી-૨૦ વર્લ્ડ કપ તારીખ ૧૭ ઓક્ટોબરથી લઈને ૧૪ નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં રમાશે. સેમિ ફાઈનલમાં હારનારી બે ટીમોને ૩-૩ કરોડ, પ્રથમ રાઉન્ડમાં બહાર થનારી ટીમોને 30-30 લાખ મળશે.

ICC T20 World Cup: આઈપીએલ 2021 પૂરી થવાના થોડા જ દિવસમાં ટી-20 વર્લ્ડકપ શરૂ થશે. જેમાં સૌની નજર અત્યારથી ભારત-પાકિસ્તાનના મુકાબલા પર છે. દુબઈમાં યોજાનારા આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપના વિજેતાને અંદાજે રૃપિયા ૧૨ કરોડ રોકડ ઈનામ તરીકે આપવામાં આવશે. જ્યારે રનર્સ અપ ટીમને આશરે ૬ કરોડ રૃપિયા એનાયત થશે. આઇસીસીએ જાહેરાત કરી છે કે, આઇસીસી જાહેર કરેલી ટી-૨૦ વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ અંદાજે રૃપિયા ૪૨ કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

પ્રથમ રાઉન્ડમાં જ બહાર થનારી ટીમને કેટલા રૂપિયા મળશે

ટી-૨૦ વર્લ્ડ કપ તારીખ ૧૭ ઓક્ટોબરથી લઈને ૧૪ નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં રમાશે. સેમિ ફાઈનલમાં હારનારી બે ટીમોને ૩-૩ કરોડ રૃપિયા અપાશે. આઇસીસીના સુપર ૧૨માં અત્યાર સુધીમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝિલેન્ડ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા તેમજ વિન્ડિઝની ટીમ નિશ્ચિત છે. જ્યારે બાકીની ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડ પાર કરીને જોડાશે. સેમિ ફાઈનલમાં ન પ્રવેશી શકનારી આઠ ટીમોને આશરે ૫૩-૫૩ લાખ રૃપિયા મળશે. જ્યારે પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાનારી ટીમને અંદાજે ૩૦-૩૦ લાખ રૃપિયા મળશે.

 આઈસીસીએ આ વર્ષે પુરુષોના ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ વખત ડીસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS)નો ઉપયોગ કરવાનો ફેંસલો લીધો છે. આઈસીસીના સત્તાવાર નિવેદન મુજબ દરેક ઈનિંગમાં બંને ટીમોને ડીઆરએસના બે મોકા મળશે,

સામાન્ય રીતે ટી-20 મેચમાં એક ટીમને એક જ રિવ્યૂ મળે છે પરંતુ કોવિડ મહામારી દરમિયાન અનેક મેચોમાં અનુભવી એમ્પાયરોની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને આઈસીસીએ જૂનમાં ક્રિકેટના દરેક ફોર્મેટમાં એક રિવ્યૂ વધારવાનો ફેંસલો કર્યો હતો. આઈસીસીના આ ફેંસલા બાદ ટી20 અને વન ડેમાં એક ઈનિંગમાં જરેક ટીમને બે અને દરેક ટેસ્ટની ઈનિંગમાં બંને ટીમોને રિવ્યૂના ત્રણ મોકા આપવામાં આવે છે.

મિનિમમ ઓવર્સનો નિયમ પણ બદલાયો

ટી-20 વર્લ્ડકપ માટે આઈસીસીએ વરસાદથી પ્રભાવિત કે અન્ય કારણોસર મોડી શરૂ થનારી મેચ માટે પણ નિયમમાં બદલાવ કર્યો છે. ગ્રુપ સ્ટેજમાં સામાન્ય નિયમ મુજબ ડકવર્થ લુઇસથી મેચનું પરિણામ લાવવા માટે દરેક ટીમને ઓછામાં ઓછી પાંચ ઓવર બેટિંગ કરવી ફરજિયાત હતા. સેમિફાઇનલ અને ફાઇનલમાં દરેક ટીમે ડકવર્થ લુઇસથી મેચનું પરિણામ કાઢવા માટે ઓછામાં ઓછી દસ ઓવર બેટિંગ કરવી ફરજિયાત હશે.

ગત ટી20 વર્લ્ડકપમાં આ કારણે નહોતો થયો ડીઆરએસનો ઉપયોગ

આઈસીસીના લગભગ તમામ મુકાબાલમાં ડીઆરએસનો ઉપયોગ થાય છે. 2016 સુધી ટી20 મેચમાં તે લાગુ નહોતો કરાયો. આ કારણે તે વર્ષે રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ઉપયોગ નહોતો કરાયો. વેસ્ટ ઈન્ડિઝમાં 2018માં રમાયેલા મહિલાઓનો ટી-20 વર્લ્ડકપ ડીઆરએસનો ઉપયોગ થયો હોય તેવો આઈસીસીનો પ્રથમ ઈન્ટરનેશનલ ટી20 વર્લ્ડકપ હતો. જે બાદ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપમાં 2020ની એડિશનમાં પણ તેનો ઉપયોગ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget