24 કલાકની અંદર Team Indiaને બીજો ઝટકો, ન્યુઝીલેન્ડ બાદ પાકિસ્તાને પહોંચાડ્યું ‘નુકસાન’
WTC: પાકિસ્તાન બાંગ્લાદેશની સીરિઝની પ્રથમ મેચમાં હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. કાનપુર ટેસ્ટ ડ્રો ગયા બાદ ટીમ ઈન્ડિયા બીજા સ્થાને હતી.
Team in WTC Points Table: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ ડ્રો ગઈ હતી. ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની અંતિમ વિકેટ લઈ શકી નહોતી. ભારતીય મૂળનો રચિન ભારતને જીતથી દૂર લઈ ગયો હતો અને ડ્રોથી સંતોષ માનવો પડ્યો હતો. આ ગટનાને હજુ 24 કલાક પણ નહોતા થયા ત્યાં પાકિસ્તાને ભારતીય ક્રિકેટ ટીમને નુકસાન પહોંચાડ્યું છે.
પાકિસ્તાને બુધવારે બાંગ્લાદેશને સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ પહેલા કાનપુર ટેસ્ટ ડ્રો થયા બાદ ટીમ ઈન્ડિયા બીજા સ્થાને હતી. પરંતુ હવે ત્રીજા સ્થાને પહોંચી ગઈ ચે. શ્રીલંકા 12 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. પાકિસ્તાનના 24 અને ભારતના 30 અંક છે. રિઝલ્ટ પર્સેંટજ મામલે શ્રીલંકા પાકિસ્તાન અને ભારતથી આગળ છે. આ કારણે તે પ્રથમ નંબર પર છે.
ભારતીય ટીમ 6 મેચ બાદ 30 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. કાનપુર ટેસ્ટ ડ્રો ગયા બાદ ભારત અને ન્યૂઝીલેન્ડને 4-4 પોઇન્ટ મળ્યા છે. ન્યૂઝીલેન્ડ ચેમ્પિયનશિપની નવી સીઝનમાં 1 મેચ બાદ 4 પોઇન્ટ સાથે 5માં ક્રમે છે. વેસ્ટ ઈન્ડિઝ ચોથા, ઈંગ્લેન્ડ છઠ્ઠા અને બાંગ્લાદેશ સાતમા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન જેવી ટીમો નવી સીઝનમાં હજુ સુધી એક પણ મેચ રમી નથી, જેથી તેમને પોઇન્ટ ટેબલમાં સ્થાન મળ્યું નથી.
ભારતીય ટીમે હોમ સીરિઝમાં ન્યૂઝીલેન્ડ સામે જીતવું જરૂરી છે. કારણકે આ બાદ ભારત દક્ષિણ આફ્રિકા સામે સીરિજ રમવાની છે. ટીમ ઈન્ડિયા મુંબઈ ટેસ્ટ જીતીને 12 પોઇન્ટ હાંસલ કરવાની કોશિશ કરશે. ટીમ ઈન્ડિયા હજુ સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 5 મેચ ખમી છે. જેમાં 2માં જીત મળી છે અને એકમાં હાર થઈ છે. જ્યારે બે ટેસ્ટ ડ્રો થઈ છે. નવી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની આ બીજી ટેસ્ટ સીરિઝ છે. ભારતના બે પોઇન્ટ ઓછા પણ થયા છે. કારણકે સ્લો ઓવર રેટને લઇ પેનલ્ટી થઈ હતી. કોઈ પણ ટેસ્ટની જીત પર 12 પોઇન્ટ મળે છે, જ્યારે ડ્રો થવા પર 6 પોઇન્ટ મળે છે.