શોધખોળ કરો
Advertisement
ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો, કઇ રીતે મળે છે પૉઇન્ટ? જુઓ પદ્ધતિ અને પૉઇન્ટ ટેબલ......
ટેસ્ટ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ શરૂ થઇ છે ત્યારેથી લઇને અત્યાર સુધી ભારતે જેટલી પણ ટેસ્ટ મેચો રમી છે, તેમાં એકપણ વખત હારનો સામનો નથી કરવો પડ્યો
નવી દિલ્હીઃ આઇસીસી દ્વારા હાલમાં 12 ટીમો વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપ ચાલી રહી છે. ભારતીય ટીમે હાલ પોતાની બાદશાહત યથાવત રાખી છે. ઇન્દોરના હોલ્ડર સ્ટેડિયમમાં બાંગ્લાદેશને 130 રનથી હરાવીને 300 પૉઇન્ટ મેળવી લીધા હતા અને હાલ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયુ છે. ખાસ વાત એ છે કે ભારતની આજુબાજુ કોઇ ટીમ દેખાતી નથી, એટલે કહી શકાય છે કે ભારતે ટેસ્ટ મેચોમાં બાદશાહત મેળવી લીધી છે.
વિરાટ સેના નથી હારી એકપણ મેચ....
ટેસ્ટ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ શરૂ થઇ છે ત્યારેથી લઇને અત્યાર સુધી ભારતે જેટલી પણ ટેસ્ટ મેચો રમી છે, તેમાં એકપણ વખત હારનો સામનો નથી કરવો પડ્યો. વિરાટ એન્ડ કંપની એકમાત્ર એવી ટીમ છે જે અજય છે.
આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની પાંચ ટૉપ ટીમો.....
ભારત- 6 મેચ, 6 જીત - 300 પૉઇન્ટ
ન્યૂઝીલેન્ડ- 2 મેચ, 1 જીત, 1 હાર - 60 પૉઇન્ટ
શ્રીલંકા- 2 મેચ, 1 જીત, 1 હાર - 60 પૉઇન્ટ
ઓસ્ટ્રેલિયા- 5 મેચ, 2 જીત, 2 હાર - 56 પૉઇન્ટ
ઇંગ્લેન્ડ- 5 મેચ, 2 જીત, 2 હાર - 56 પૉઇન્ટ
ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કઇ રીતે મળે છે પૉઇન્ટ......
આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ખાસ ગણિતના આધાર પૉઇન્ટ મળે છે... બે મેચોની સીરીઝમાં એક મેચ જીતવા પર 60 પૉઇન્ટ મળે છે. ત્રણ મેચોની સીરીઝમાં એક મેચ જીતવા પર 40 પૉઇન્ટ મળે છે. ચાર મેચોની સીરીઝમાં એક મેચ જીતવા પર 30 પૉઇન્ટ મળે છે. વળી, પાંચ મેચોની સીરીઝમાં એક મેચ જીતવા પર 24 પૉઇન્ટ મળે છે. આ ઉપરાંત એક મેચને ડ્રૉ કરાવવા માટે 8-8 પૉઇન્ટ મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement