(Source: ECI/ABP News/ABP Majha)
ICC Women's World Cup 2022: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 155 રનથી આપી હાર, હરમનજીત અને સ્મૃતિ મંધાનાની સદી
Women's World Cup: હેમિલ્ટનમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ICC Women’s World Cup 2022: ICC મહિલા વર્લ્ડ કપની ત્રીજી લીગ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જોરદાર વાપસી કરી અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમને 155 રનથી હરાવ્યું. હેમિલ્ટનમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ભારતીય ઓપનર યસ્તિકા ભાટિયાએ સ્મૃતિ મંધાના સાથે મળીને ભારતને સારી શરૂઆત અપાવી હતી. જોકે, યાસ્તિકા 7મી ઓવરના ત્રીજા બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ હતી.
સ્મૃતિ મંધાના અને હરમનજીત કૌરની સદી
ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા 119 બોલમાં 123 રન બનાવ્યા હતા. યાસ્તિકાના આઉટ થયા બાદ આવેલી મિતાલી રાજ અને દીપ્તિ શર્મા વહેલી આઉટ થઈ ગઈ હતી. આ પછી બેટિંગ કરવા ઉતરેલી હરમનજીત કૌરે શાનદાર બેટિંગ કરતા સ્મૃતિ મંધાનાને સાથ આપ્યો અને બંનેએ રેકોર્ડ ભાગીદારી કરી. બંને વચ્ચે 184 રનની ભાગીદારી થઈ હતી. મહિલા વર્લ્ડ કપમાં કોઈપણ વિકેટ માટે આ ભારતની સૌથી મોટી ભાગીદારી છે. સ્મૃતિ મંધાનાના આઉટ થયા બાદ પણ હરમનજીતે મોરચો સંભાળ્યો અને 107 બોલમાં 109 રન બનાવી ટીમને 317ના સ્કોર સુધી પહોંચાડી હતી.
Today's 184-run partnership between Smriti Mandhana and Harmanpreet Kaur against West Indies is the highest for India in Women's World Cup history 👏#CWC22 pic.twitter.com/KWW1draVDp
— ICC (@ICC) March 12, 2022
વેસ્ટ ઈન્ડિઝ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી ન શક્યું
318 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ટીમે 12 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 100 રન બનાવ્યા હતા, પરંતુ પ્રથમ વિકેટ પડ્યા બાદ કોઈપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને વેસ્ટ ઈન્ડિઝની વિકેટો સતત પડતી રહી હતી. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી ડિઆન્ડ્રા ડોટિને સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. આ સિવાય મેથ્યુ 43 રનનું યોદાગન આપ્યું હતું.. આ બંને સિવાય કોઈ બેટ્સમેન 25 રનનો સ્કોર પણ પાર કરી શક્યા નહોતો. ટીમ ઈન્ડિયા તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તેણે 22 રન ખર્ચ્યા હતા. મેઘના સિંહને 2 જ્યારે ઝુલન, રાજેશ્વરી અને પૂજાને 1-1 વિકેટ મળી હતી.
India seal a big 155-run win over West Indies 💪#CWC22 pic.twitter.com/0VFyqxxnuB
— ICC Cricket World Cup (@cricketworldcup) March 12, 2022
ભારતે પ્રથમ મેચ પણ મોટા અંતરથી જીતી હતી.
ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનની ટીમને એકતરફી હરાવીને વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે અજેય રહેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ટીમનો 107 રનથી વિજય થયો હતો. જો કે પછીની મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.