ICC Womens World Cup 2022, IND W vs AUS W: ભારતીય મહિલા ટીમનું સેમી ફાઈનલમાં પહોંચવાનું સપનું રોળાયું, ઓસ્ટ્રેલિયાનો 6 વિકેટથી વિજય
Womens World Cup 2022: ભારતે મેચ જીતવા આપેલા 278 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાએ 49.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર હાંસલ કર્યો
IND W vs AUS W: આજે 2022 મહિલા ODI વર્લ્ડ કપ શાનદાર મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ. ભારતે મેચ જીતવા આપેલા 278 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાએ 49.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર હાંસલ કર્યો હતો. જીત સાથે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ભારતીય ટીમનું સેમિ ફાઈનલમાં પહોંચવાનું સપનું રોળાયું છે. ઓસ્ટ્રેલિયા તરફથી મેગ લેનીંગે 97 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઓપનર રાચેલ હેન્સ (43 રન ) અને એલિસા હિલી (72 રન)એ પ્રથમ વિકેટ માટે 121 રનના પાર્ટનરશિપ કરી જીતનો પાયો હતો. જે બાદ લેનિંગે 97 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે બે અને સ્નેહા રાણાએ એક વિકેટ લીધી હતી.
ટોસ હાર્યા બાદ ભારતની પ્રથમ બેટિંગ
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારતે 7 વિકેટના નુકસાન પર 277 રન બનાવ્યા હતા. ભારતે 28 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. સ્મૃતિ મંધાના 10 રન અને શેફાલી વર્મા 12 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી સુકાની મિતાલી રાજે યાસ્તિકા ભાટિયા સાથે મળીને ઇનિંગ સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 154 બોલમાં 130 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન મિતાલીએ વનડે કારકિર્દીની 63મી અને યાસ્તિકાએ કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી હતી.
મિડલ ઓર્ડર ફ્લોપ
અડધી સદી ફટકાર્યા બાદ યસ્તિકા વધુ સમય સુધી મેદાન પર ટકી શકી નહોતી. તે 83 બોલમાં 59 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન મિતાલી 96 બોલમાં 68 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. મિતાલી અને હરમનપ્રીતે 28 રનની ભાગીદારી પણ કરી હતી. રિચા ઘોષ (8) અને સ્નેહ રાણા (0) ખાસ કરી શક્યા ન હતા.
વાઇસ કેપ્ટનની શાનદાર ઈનિંગ
આ પછી વાઇસ-કપ્તાન હરમનપ્રીતે પૂજા વસ્ત્રાકર સાથે મળીને ભારતને 250 રનની પાર પહોંચાડી હતી. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 46 બોલમાં 64 રનની ભાગીદારી થઈ હતી. દરમિયાન, હરમનપ્રીતે તેની ODI કારકિર્દીની 15મી અડધી સદી ફટકારી હતી. પૂજા ભારતીય ઇનિંગ્સના છેલ્લા બોલ પર રન આઉટ થઈ હતી. તેણે 28 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 34 રન બનાવ્યા હતા. હરમનપ્રીત 47 બોલમાં 57 રન બનાવીને અણનમ રહી હતી. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા.
ICC Women's World Cup | India lose to Australia by 6 wickets in Auckland. Australia chased down 278-run target in 49.3 overs. India's third defeat in five matches.
— ANI (@ANI) March 19, 2022
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)