જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ
અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર વધુ એક મોટો દાવો કરતા કહ્યું કે જો આ યુગમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર રમ્યા હોત તો તેણે 1 લાખ રન બનાવ્યા હોત.
Sachin Tendulkar: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આધુનિક ક્રિકેટ પર નિશાન સાધ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે શોએબ અખ્તર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વર્તમાન નિયમોથી ખુશ નથી, કારણ કે આ નિયમો બેટ્સમેનોના પક્ષમાં છે. શોએબ અખ્તરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને સમેટી લીધી છે, કારણ કે આઈસીસી દ્વારા ક્રિકેટની રમતને બેટ્સમેન-ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. ત્રણ ડીઆરએસ, બે નવા બોલ અને બાઉન્સર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શોએબનું કહેવુ છે કે હવે વન ડે ક્રિકેટમાં બે નવા બોલથી રમવામાં આવે છે.ત્રણ રિવ્યૂનો નિયમ પણ રખાયો છે અને બેટસમેનોને વધારે મહત્વ મળે તેવા નિયમો બનાવાયા છે.
જો સચિન તેંડુલકરના સમયમાં આવા નિયમો હોત તો તે એક લાખથી વધારે રન કરી ચુકયો હોત.શોએબે કહ્યું હતું કે, તેમણે પોતાના સમયમાં સૌથી ખતરનાક બોલરોનો સામનો કર્યો હતો. જેમાં વકાર યુનુસ, વસિમ અકરમ, શેન વોર્ન, મેકગ્રાથ , બ્રેટ લી અને મારા જેવા બોલરોનો સમાવેશ થાય છે.એ પછીની પેઢીના બોલરો સામે પણ તેણે બેટિંગ કરી હતી.એટલે હું તેને બહુ જ ઉમદા બેટસમેન ગણું છું. શોએબે કહ્યું હતું કે, બોલરોને વધારે બાઉન્સર નાંખવાની છુટ મળવી જોઈએ.જ્યારે ટી 20 ફોર્મેટ નહોતુ ત્યારે ટીમો વર્ષમાં 15 થી 20 ટેસ્ટ મેચ રમતી હતી અને હવે ટેસ્ટ મેચોની સંખ્યા ઓછી થઈ ગઈ છે.તે સમયે બોલરો વધારે ફિટ પણ રહેતા હતા.
અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર વધુ એક મોટો દાવો કરતા કહ્યું કે જો આ યુગમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર રમ્યા હોત તો તેણે 1 લાખ રન બનાવ્યા હોત. તેણે કહ્યું, "તમારી પાસે બે નવા બોલ છે. તમે નિયમો કડક કર્યા છે. તમે આ દિવસોમાં બેટ્સમેનોને ઘણો ફાયદો આપો છો. હવે તમે ત્રણ રિવ્યૂ (ડીઆરએસ)ને મંજૂરી આપો છો. જો સચિનના સમયમાં ત્રણ રિવ્યૂ હોત તો તેણે 1 લાખ રન બનાવ્યા હોત. પાકિસ્તાની દિગ્ગજ ખેલાડીએ વધુમાં કહ્યું હતું કે તે તેંડુલકર પર દયા અનુભવે છે, કારણ કે તે ત્રણ અલગ-અલગ પેઢીના શ્રેષ્ઠ બોલરો સામે રમ્યો છે. જો કે અખ્તરે તેંડુલકરને ખૂબ જ મુશ્કેલ બેટ્સમેન પણ ગણાવ્યો હતો.