શોધખોળ કરો

IND v AUS 3rd Test: ભારતના કયા બે ખેલાડીઓએ અણધારી રીતે હંફાવી દેતા ઓસ્ટ્રેલિયા જીતી ન શક્યું

IND Vs AUS Score Update: પાંચમાં દિવસનું પ્રથમ સેશન ભારતના નામે રહ્યં હતું. ઈન્ડિયાએ આ સેશનમાં અજિંક્ય રહાણેની વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા.

IND vs AUS 3rd Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઇ રહેલી  ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. મેચ જીતવા ઓસ્ટ્રેલિયાએ આપેલા 406 રનના લક્ષ્યાંક સામે ભારતે 5 વિકેટના નુકસાન પર 334 રન બનાવ્યા હતા. હનુમા વિહારી 161 બોલમાં 23 રન અને અશ્વિન 128 બોલમાં 39 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. પુજારાની વિકેટ પડ્યા બાદ આ  બંનેએ ઓસ્ટ્રેલિયાના બોલર્સનો મક્કમ રીતે સામનો કર્યો હતો. જેના કારણે ઓસ્ટ્રેલિયા જીતથી વંચિત રહ્યું હતું અને મેચ ડ્રો થઈ હતી. ભારત તરફથી રિષભ પંતે સર્વાધિક 97 રન બનાવ્યા હતા. પુજારાએ 77 રન બનાવ્યા હતા. પુજારા-પંતે ચોથી વિકેટ માટે 148 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 52 રનનું યોગદાન આપ્યું હતું.
કેવો રહ્યો ચોથો દિવસ ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 407 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ચોથા દિવસના અંતે 2 વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા હતા.  ભારતને મેચ જીતવા 309 રનની અને ઓસ્ટ્રેલિયાને 8 વિકેટની જરૂર હતી. રોહિત શર્માએ 52 રન અને ગિલે 31 રન બનાવ્યા હતા. ભારતીય ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 71 રનની પાર્ટનરશિપ કરી હતી. ચોથા દિવસે  બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 312 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.  પેની 39 રને નોટ આઉટ રહ્યો હતો. ગ્રીન 84 રન બનાવી આઉટ થયો હતો.  સ્મિથ 81 રન બનાવી આઉટ થયો હતો.  લાબુશાનેએ 73 રન બનાવ્યા હતા.  ભારત તરફથી સૈની અને અશ્વિનને 2-2 તથા બુમરાહ અને સિરાજને 1-1 સફળતા મળી છે. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી. ત્રીજા દિવસે ભારત બેકફૂટ પર ભારત અને ઓસ્ટ્રેલિયા  વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 2 વિકેટના નુકસાન પર 103 રન બનાવી લીધા છે. આ સાથે ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 197 રન થઈ ગઈ છે. લાબુશાને 47 અને સ્મિથ 29 રને રમતમાં હતા. ભારત તરફથી અશ્વિન અને સિરાજને 1-1 વિકેટ મળી હતી. ભારત પ્રથમ ઈનિંગમાં 244 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને  94 રનની લીડ મળી હતી. આ ઈનિંગમાં ભારતના ત્રણ બેટ્સમેનો રન આઉટ થયા હતા.  પુજારાએ  લડાયક  50 રન બનાવ્યા હતા. પુજારાએ તેના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિંસે 4 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર એક સમયે 4 વિકેટના નુકસાન પર 195 રન હતો ત્યાંથી 244 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ભારતે અંતિમ 6 વિકેટ 49 રનમાં જ ગુમાવી હતી. આવો રહ્યો બીજો દિવસ બીજા દિવસના અંતે ભારતે 2 વિકેટના નુકસાન પર 96 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 338 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સર્વાધિક 131 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. માર્નસ લાબુશાનેએ 91 રનની ઈનિંગ રમી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 232 રન હતો ત્યારે મોટો સ્કોર ખડકશે તેમ લાગતું હતું પરંતુ જાડેજા અને બુમરાહે ભારતને વાપસી કરાવી હતી. જાડેજાએ 62 રનમાં 4  વિકેટ ઝડપી હતી. જે તેનો વિદેશમાં ત્રીજા નંબરનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. આ ઉપરાંત બુકમાહે 66 રનમાં 2, નવદીપ સૈનીએ 65 રનમાં 2 અને મોહમ્મદ સિરાજે 67 રનમાં 1 વિકેટ ઝડપી હતી. અશ્વિનને વિકેટ મળી નહોતી. પ્રથમ દિવસે માત્ર 55 ઓવરની રમત શક્ય બની પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે યજમાન ટીમે 2 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. વરસાદના કારણે આજે માત્ર 55 ઓવરની જ રમત શક્ય બની હતી. પ્રથમ દિવસના અંતે લાબુશાને 67 અને સ્ટીવ સ્મિથ 31 રને રમતમાં હતા. ભારતીય ટીમ શુબમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની ઓસ્ટ્રેલિયાની ટીમ ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget