IND vs AFG: તો શું ટીમ ઈન્ડિયાને મળી ગયો હાર્દિક પંડ્યાનો વિકલ્પ? T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીઓ ઠોકી દાવેદારી
Shivam Dube India vs Afghanistan: ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી ટી20 શ્રેણીમાં ખેલાડીઓને અજમાવી રહી છે.
Shivam Dube India vs Afghanistan: ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી ટી20 શ્રેણીમાં ખેલાડીઓને અજમાવી રહી છે. શિવમ દુબેએ આ શ્રેણીની પ્રથમ મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. બોલિંગની સાથે તેણે બેટિંગમાં પણ દમ બતાવ્યો હતો. જો શિવમનું પ્રદર્શન જોવામાં આવે તો તે T20 વર્લ્ડ કપ માટે હાર્દિક પંડ્યાનું સ્થાન લઈ શકે છે. પંડ્યા ઈજાના કારણે હજુ ટીમની બહાર છે.
Acing the chase 😎
— BCCI (@BCCI) January 12, 2024
Conversations with Captain @ImRo45 👌
Message for a special bunch 🤗
Hear from the all-rounder & Player of the Match of the #INDvAFG T20I opener - @IamShivamDube 👌👌 - By @ameyatilak
WATCH 🎥🔽 #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/edEH8H3O5f
મોહાલીમાં રમાયેલી મેચ માટે શિવમ દુબેને 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. તેણે અણનમ અડધી સદી ફટકારી અને એક વિકેટ પણ લીધી હતી. શિવમે 40 બોલનો સામનો કરીને અણનમ 60 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ હતી. દુબે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. તેને ઈન્દોરમાં રમાનાર ટી20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં પણ સામેલ કરવામાં આવી શકે છે. જો શિવમ આગામી બે મેચમાં રમશે તો T20 વર્લ્ડ કપ માટે તેનો દાવો વધુ મજબૂત બનશે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વર્લ્ડ કપ 2023માં ભારત માટે તેની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. પંડ્યા ઘણા પ્રસંગોએ મજબૂત સાબિત થયો છે અને તેણે મેચ વિનિંગ પ્રદર્શન આપ્યું છે. પરંતુ ઈજાના કારણે તે હજુ બહાર છે. શિવમ દુબે પંડ્યાનું સ્થાન લઈ શકે છે. દુબેનો ડોમેસ્ટિક મેચોમાં પણ સારો રેકોર્ડ છે.
For his unbeaten 60*(40) in the chase, Shivam Dube is adjudged the Player of the Match 👏👏#TeamIndia win the 1st T20I by 6 wickets 👌👌
— BCCI (@BCCI) January 11, 2024
Scorecard ▶️ https://t.co/BkCq71Zm6G#INDvAFG | @IDFCFIRSTBank | @IamShivamDube pic.twitter.com/mdQYdP8NsQ
તમને જણાવી દઈએ કે શિવમ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 19 ટી20 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 12 ઇનિંગ્સમાં 212 રન બનાવ્યા છે. આ સાથે તેણે બે અડધી સદી ફટકારી છે. તેણે આ ફોર્મેટમાં 7 વિકેટ પણ લીધી છે. દુબેએ ટીમ ઈન્ડિયા માટે એક વનડે મેચ પણ રમી છે. તેનો આઈપીએલમાં પણ સારો રેકોર્ડ છે.