IND va AFG: અફઘાનિસ્તાન સામે પહેલી ટી20 નહીં રમે વિરાટ, રોહિત સાથે આ ખેલાડી કરશે ઓપનિંગ
Virat Kohli IND vs AFG: ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મોહાલીમાં રમાનારી T20 મેચમાં વિરાટ કોહલી નહીં રમે. ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે કોહલી બીજી અને ત્રીજી T20 મેચ રમશે.
Virat Kohli IND vs AFG: ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મોહાલીમાં રમાનારી T20 મેચમાં વિરાટ કોહલી નહીં રમે. ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે કોહલી બીજી અને ત્રીજી T20 મેચ રમશે. ભારત માટે પ્રથમ મેચમાં યશસ્વી જયસ્વાલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી T20 સિરીઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહી છે.
🗣️ 🗣️ It will be a good challenge against the Afghanistan spinners and we are looking forward to it#TeamIndia Head Coach Rahul Dravid ahead of the #INDvAFG T20I series starting tomorrow @IDFCFIRSTBank pic.twitter.com/Tr6P7zOMSL
— BCCI (@BCCI) January 10, 2024
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ દ્રવિડે અફઘાનિસ્તાન સામેની T20 મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોહલી અંગે તેણે કહ્યું કે તે પહેલી મેચ નહીં રમે. કોહલી અંગત કારણોસર 11 જાન્યુઆરીએ યોજાનારી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. જો કે આ પછી તેઓ બીજી અને ત્રીજી ટી20 મેચ રમશે. ટીમ ઈન્ડિયાના ઓપનિંગને લઈને પણ ચર્ચા થઈ હતી. દ્રવિડે જણાવ્યું કે પ્રથમ મેચમાં યશસ્વી જયસ્વાલ કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનરની ભૂમિકા ભજવશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અફઘાનિસ્તાન સામેની મેચ માટે શ્રેયસ અય્યરને સ્થાન આપ્યું નથી. આ અંગે ઘણી અફવાઓ ચાલી રહી હતી. દ્રવિડે પણ આ અંગે બધું સ્પષ્ટ કરી દીધું છે. દ્રવિડે કહ્યું કે ટીમ ઈન્ડિયા ઘણા બેટ્સમેન પર કામ કરી રહી છે. આ જ કારણસર અય્યરને અત્યારે તક આપવામાં આવી નથી. તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મોહાલીમાં અફઘાનિસ્તાન સામેની T20 મેચના એક દિવસ પહેલા દ્રવિડે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
વિરાટ અને રોહિત શર્મા લાંબા સમય બાદ ભારતીય T20 ટીમમાં પરત ફર્યા છે
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા લાંબા સમય બાદ ભારતીય T20 ટીમમાં પરત ફર્યા છે. કોહલી અને રોહિત એક વર્ષથી વધુ સમયથી T20 ટીમની બહાર રહ્યા હતા. પરંતુ હવે એક તક આપવામાં આવી છે. કોહલી અને રોહિત પણ ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનો ભાગ બની શકે છે.