IND vs AUS Final: પુણેમાં ક્રિકેટ ફેંસે રોહિત, કોહલીના પોસ્ટરને કર્યો દૂધનો અભિષેક, જુઓ વીડિયો
ICC World Cup 2023 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઈનલ રમાશે.
IND vs AUS World Cup 2023 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઈનલ રમાશે. ફાઈનલને લઈ સમગ્ર દેશમાં ઠેકઠેકાણે હવન થઈ રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પુણેમાંભારતીય ક્રિકેટ ચાહકો વિરાટ કોહલી અને રોહિત શર્માના પોસ્ટરોને દૂધનો અભિષેક કર્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં મેચ નીહાળવા અનેક સેલિબ્રિટીઝ, પૂર્વ ક્રિકેટર, રાજનેતાઓ આવ્યા છે.
#WATCH | Pune, Maharashtra | Indian Cricket fans offer milk to posters of Virat Kohli and Rohit Sharma
— ANI (@ANI) November 19, 2023
India will take on Australia in the final of #ICCCricketWorldCup today. #INDvsAUSfinal pic.twitter.com/KVKJO2XwyB
વડાપ્રધાન મોદીએ પાઠવી જીતની શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયા સામેની ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, "140 કરોડ ભારતીયો તમારા માટે ઉત્સાહિત છે. તમે તેજસ્વી બનો, સારું રમો અને ખેલદિલીની ભાવનાને જાળવી રાખો."
હેડ ટુ હેડ રેકોર્ડ કેવો રહ્યો?
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 150 મેચ રમાઈ છે. આમાંથી મોટાભાગની જીત ઓસ્ટ્રેલિયાને મળી છે. કાંગારૂ ટીમે કુલ 83 મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમને 57 જીત મળી છે. બાકીની મેચો અનિર્ણિત રહી છે. બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચો પર નજર કરીએ તો ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચ જીતી છે. જે મેદાન પર આજે ફાઈનલ રમાવાની છે ત્યાં આ બંને ટીમો પહેલા ત્રણ વખત ટકરાયા છે. અહીં પણ ટીમ ઈન્ડિયાએ બે મેચ જીતી છે.
કેવી રહેશે બંને ટીમોની પ્લેઈંગ-11?
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ/આર અશ્વિન.
ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન/માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ
વિરાટની આક્રમકતા વધારશે ઓસ્ટ્રેલિયાનું ટેન્શન? ત્રીજી વખત ખિતાબ જીતવા મેદાન પર ઉતરશે ભારતીય ટીમ
ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઈનલને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર કેવો છે માહોલ, જુઓ તસવીરો