શોધખોળ કરો

ICC World Cup 2023 Final: વર્લ્ડકપ ફાઇનલને લઈ રેલવે દોડવશે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત

સેન્ટ્રલ રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ 19 નવેમ્બરે ફાઇનલ ક્રિકેટ મેચ માટે બે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.

Special Train: વિશ્વ કપનો ક્રેઝ દેશભરમાં પ્રવર્તી રહ્યો છે. 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. આ વખતે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને સેમિફાઇનલ સુધી 10 મેચ જીતી છે, જેમાં તેણે પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને પણ હરાવી છે.

આ કારણે સમગ્ર દેશમાં આશા છે કે વર્લ્ડ કપ ભારતમાં આવશે. અમદાવાદમાં યોજાનારી ફાઈનલ મેચ પહેલા શહેરની તમામ હોટલો ભરાઈ ગઈ છે અને વાહનવ્યવહાર પણ મોંઘો થઈ ગયો છે.

પીએમ મોદી પણ સ્ટેડિયમમાં મેચ નિહાળશે

4 વર્ષ પછી યોજાનારી આ મહાન મેચમાં પીએમ નરેન્દ્ર મોદી પોતે તેમના નામે બનેલા આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ નિહાળશે. આવી સ્થિતિમાં દૂર-દૂરથી ભારતીય ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચવાનું આયોજન કરી રહ્યા છે, પરંતુ ટિકિટ મળી રહી નથી. આવી સ્થિતિમાં અમદાવાદ ક્રિકેટ જોવા જતા લોકોને મધ્ય રેલવેએ મોટી ભેટ આપી છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

બે વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેન દોડશે

સેન્ટ્રલ રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ 19 નવેમ્બરે ફાઇનલ ક્રિકેટ મેચ માટે બે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ (01153) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી 18મી નવેમ્બર (શનિવાર) ના રોજ રાત્રે 10.30 વાગ્યે અમદાવાદ, ગુજરાત માટે ઉપડશે અને રવિવારે સવારે 6.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરંતુ ટ્રેન દાદર, થાણે, વસઈ સુરત અને વડોદરા ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં મુસાફરી કરતા ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચ્યા બાદ આરામથી મેચ નિહાળી શકશે. તે પછી, પરત ફરવા માટે, અમદાવાદ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ એક્સપ્રેસ (01154) 19-20 નવેમ્બર (સોમવારે) રાત્રે 01.44 કલાકે મુંબઈ માટે રવાના થશે, જે સવારે 10.35 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

તેવી જ રીતે મધ્ય રેલવેએ પણ બીજી ટ્રેનની જાહેરાત કરી છે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વિશેષ ટ્રેન (09011) બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને 18મી નવેમ્બર (શનિવાર)ના રોજ અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રાત્રે 11.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે (19 નવેમ્બર) સવારે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. માનવામાં આવે છે કે રેલવેની આ પહેલને કારણે ક્રિકેટ નિહાળનારાઓને મોટી રાહત મળી શકે છે.

IND vs AUS Final: પીએમ મોદી, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ, અંબાણી, અદાણી અને બોલિવૂડ સ્ટાર્સ, આ છે વર્લ્ડકપ ફાઇનલનું ગેસ્ટ લિસ્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget