શોધખોળ કરો

IND vs AUS Final: પીએમ મોદી, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ, અંબાણી, અદાણી અને બોલિવૂડ સ્ટાર્સ, આ છે વર્લ્ડકપ ફાઇનલનું ગેસ્ટ લિસ્ટ

IND vs AUS World Cup 2023 Final: ફાઈનલ મેચમાં ભારતને સમર્થન આપવા માટે એક લાખથી વધુ લોકો મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં આ મેચ જોવા માટે કેટલાક ખાસ લોકો પણ મેદાનમાં આવવાના છે.

ICC Cricket World Cup 2023:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બર, રવિવારે વર્લ્ડકપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટૂર્નામેન્ટની તમામ મેચો જીતીને ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ શરૂઆતમાં તેની બે મેચ હારી ગઈ હતી અને ત્યારબાદ શાનદાર વાપસી કરીને ફાઇનલમાં પહોંચી છે

PM મોદી ફાઈનલ મેચ જોવા આવી શકે છે

હવે આ બંને ટીમોની ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં લગભગ 1.25 લાખ લોકોની બેઠક ક્ષમતા છે. ફાઈનલ મેચમાં ભારતને સમર્થન આપવા માટે એક લાખથી વધુ લોકો મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં આ મેચ જોવા માટે કેટલાક ખાસ લોકો પણ મેદાનમાં આવવાના છે. આમાં સૌથી ખાસ વ્યક્તિ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ રિપોર્ટ અનુસાર પીએમ મોદી આ મેચ જોવા માટે મેદાનમાં જઈ શકે છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે મેદાન પર પહોંચી શકે છે.

મહેન્દ્ર સિંહ ધોની પણ હાજર રહેશે

આ સિવાય કેટલીક ખાસ રાજકીય હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, બોલિવૂડ સ્ટાર્સ, પૂર્વ ક્રિકેટરો પણ આ મેચ જોવા માટે મેદાનમાં આવી શકે છે. આમાંના સૌથી ખાસ લોકોમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની હોઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમએસ ધોની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે પણ મેદાનમાં જઈ શકે છે. ભારતે છેલ્લો વર્લ્ડ કપ 2011માં ધોનીની કપ્તાનીમાં જીત્યો હતો અને ધોનીએ જ છેલ્લી સિક્સ ફટકારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. છેલ્લા 12 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા ધોની વિના વર્લ્ડ કપ રમી રહી છે. જોકે, ફાઈનલ મેચમાં ટીમનું મનોબળ વધારવા માટે ધોની પણ મેદાનમાં આવી શકે છે. આવો અમે તમને આવા કેટલાક ખાસ લોકોની યાદી જણાવીએ, જેઓ આ મેચ જોવા માટે મેદાનમાં પહોંચી શકે છે.

  • પીએમ મોદી
  • કપિલ દેવ
  • એમ એસ ધોની
  • સચિન તેંડુલકર
  • અમિત શાહ
  • જય શાહ
  • રોજર બિન્ની
  • હાર્દિક પંડ્યા
  • રાજીવ શુક્લા

અંબાણી-અદાણી અને બોલિવૂડ સ્ટાર્સ પણ ભાગ લઈ શકે છે

આ તમામ લોકો ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર, અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી અને અન્ય ઘણા લોકો હાજર રહ્યા હતા. વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા લોકો પણ મેદાનમાં આવી શકે છે.

બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ તો રણબીર કપૂર, શાહિદ કપૂર, સિદ્ધાર્થ મલોહત્રા, કિયારા અડવાણી, જ્હોન અબ્રાહમ, વિકી કૌશલ, અનુષ્કા શર્મા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમિફાઇનલ મેચમાં મેદાન પર જોવા મળ્યા હતા. આ તમામ ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ પહોંચી શકશે. આ સિવાય, અહેવાલો અનુસાર, રજનીકાંત, અભિષેક બચ્ચન, સુનીલ શેટ્ટી, કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી, શાહરૂખ ખાન, આમિર ખાન, સોહેલ ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ સહિત ઘણા બોલિવૂડ સુપરસ્ટાર્સે ફાઈનલ મેચમાં ભારતને સપોર્ટ કરવા આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget