(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS: આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી-20 મેચ, જાણો કેટલા વાગ્યે જોઇ શકાશે?
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ હારી ગઈ છે
IND vs AUS Live Telecast Details: ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ હારી ગઈ છે. હવે બીજી મેચમાં તે જોરદાર વાપસી કરવાનો પ્રયાસ કરશે. આગામી મેચ ટીમ ઈન્ડિયા માટે 'કરો યા મરો'ની હશે. જો ભારતીય ટીમ આ મેચ પણ હારી જશે તો સીરિઝ ઓસ્ટ્રેલિયા જીતી જશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયા આ મેચ જીતીને સીરિઝમાં અજેય લીડ લેવાનો પ્રયાસ કરશે.
Touchdown Nagpur 📍🧡#TeamIndia | #INDvAUS pic.twitter.com/Odt7nFjlTe
— BCCI (@BCCI) September 21, 2022
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની આ બીજી મેચ 23 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે રમાશે. આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર કરવામાં આવશે. આ સાથે આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.
પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થશે?
મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં તેની ટીમમાં કોઈપણ ફેરફારનો અવકાશ નહિવત છે. અહીં ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર નિશ્ચિત માનવામાં આવે છે. ઉમેશ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહ પ્લેઇંગ-11માં જોવા મળી શકે છે.
ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
ઑસ્ટ્રેલિયા
એરોન ફિન્ચ, જોસ ઇંગ્લિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોસ હેઝલવુડ, નાથન એલિસ.
આ પણ વાંચોઃ
Cricket: સાત રનમાં ગુમાવી છ વિકેટ છતાં આ ટીમ જીતી મેચ, 16 વર્ષમાં પ્રથમવાર બની આવી ઘટના
Hardik Pandya ના ટ્વીટ પર પાક. એક્ટ્રેસને ભારતીય ટીમની મજાક ઉડાવવી ભારે પડી, લોકોએ આ રીતે ટ્રોલ કરી
બાઈક રેસિંગની Moto GPમાં ડેબ્યુ કરશે ભારત, 2023માં થશે Bharat Grand Prixનું આયોજન