Hardik Pandya ના ટ્વીટ પર પાક. એક્ટ્રેસને ભારતીય ટીમની મજાક ઉડાવવી ભારે પડી, લોકોએ આ રીતે ટ્રોલ કરી
ભારતની હાર બાદ હાર્દિક પંડ્યાએ એક ટ્વિટ કર્યું હતું. જો કે, હાર્દિકના આ ટ્વીટ પર કોમેન્ટ કરીને પાકિસ્તાની એક્ટ્રેસ સેહર શિનવારીએ ટીમ ઈન્ડિયાની મજાક ઉડાવી હતી.
Pakistani Actress Troll Team India: ઓસ્ટ્રેલિયાએ T20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 208 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની હાર બાદ હાર્દિક પંડ્યાએ એક ટ્વિટ કર્યું હતું. જો કે, હાર્દિકના આ ટ્વીટ પર કોમેન્ટ કરીને પાકિસ્તાની એક્ટ્રેસ સેહર શિનવારીએ ટીમ ઈન્ડિયાની મજાક ઉડાવી હતી. શિનવારીની મજાક ઉડાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ફેન્સે તેને ટ્રોલ કરી હતી.
ભારતીય ટીમની હાર બાદ પંડ્યાએ પોઝિટીવ ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે ભારતીય ખેલાડીઓના ફોટા પણ શેર કર્યા હતા. પંડ્યાએ લખ્યું, “અમે શીખીશું. અમે સુધારીશું. પ્રશંસકોનો ખૂબ ખૂબ આભાર, જેમણે અમને સમર્થન આપ્યું."
પંડ્યાના આ ટ્વીટની કોમેન્ટમાં પાક એક્ટ્રેસ સેહર શિનવારીએ લખ્યું કે, "કૃપા કરીને 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની આગામી મેચ હારી જાઓ. તમે એ મેચમાંથી વધુ શીખી શકશો. જો કે, શિનવારીને આ કોમેન્ટ કરવી ભારે પડી ગઈ હતી.
સેહરના ટ્વીટ બાદ ભારતીય ક્રિકેટ ફેન્સે તેને ટ્રોલ કરી હતી. ટ્વિટર યુઝર્સે અનેક પ્રકારની કોમેન્ટ કરી હતી. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ભારતને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં હાર્દિક પંડ્યાએ અણનમ 71 રન બનાવ્યા હતા.
Please lose next match to Pakistan on 23rd October you will learn more from it 😂
— Sehar Shinwari (@SeharShinwari) September 20, 2022
Bheekh mangna in logo ka kam nhi hua aaj tak 😅
— GauRav (@DSP3105) September 20, 2022
Pak to England se har gya jisko India ne dho diya hai isi sal 🤣 aur srilanka se do do match har gya 🤣 wo ek tarfa
— Uzair N (@UzairN6) September 21, 2022
— Jethalal🤟 (@jethalal_babita) September 20, 2022