INDvsAUS: હાર બાદ રોહિત શર્માની પ્રેસ કૉન્ફરન્સની 5 મોટી વાતો, જયસ્વાલે અને પંત પર શું બોલ્યો હિટમેન ?
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ હતો.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ હતો. ભારતના મોટા બેટ્સમેનો આ લક્ષ્યાંકનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ યુવા ઓપનર યશસ્વી મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો હતો. 208 બોલનો સામનો કરતા યશસ્વીએ 8 ચોગ્ગાની મદદથી 84 રનની ઇનિંગ રમી હતી. યશસ્વી તેની સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ પેટ કમિન્સે તેને એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
જે રીતે યશસ્વી આઉટ થયો હતો, તેની વિકેટ પર ઘણો હંગામો થયો હતો. ઓન-ફીલ્ડ અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો ન હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ડીઆરએસ લીધા બાદ થર્ડ અમ્પાયરે નિર્ણયને પલટી નાખ્યો હતો.
જો કે, રિપ્લે દર્શાવે છે કે સ્નિકો મીટર પર કોઈ સ્પાઇક નથી, પરંતુ યશસ્વીને આંખના ડિફ્લેક્શનના આધારે આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. થર્ડ અમ્પાયરના આ નિર્ણય પર ચાહકોથી લઈને દિગ્ગજો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ દરમિયાન મેલબોર્ન ટેસ્ટ હાર્યા બાદ રોહિત શર્મા જ્યારે પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યો ત્યારે તેણે યશસ્વીની વિકેટ પર પોતાની વાત રાખી. યશસ્વી ઉપરાંત તેણે ઋષભ પંત અને અન્ય ખેલાડીઓ વિશે પૂછાયેલા સવાલોના જવાબ પણ આપ્યા હતા.
યશસ્વી જયસ્વાલ પર કહી આ વાત
મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હાર બાદ, કેપ્ટન રોહિતએ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જ્યારે રોહિતને યશસ્વી વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મને આ ટેક્નોલોજી વિશે ખબર નથી, હું શું કહું. રોહિતે વધુમાં કહ્યું કે આંખોથી જોવામાં ડિફેલ્કિશન દેખાઈ રહ્યું હતું. ટેક્નોલોજીનો કોઈ ઉપયોગ નહોતો. હું એટલું કહેવા માંગુ છું કે અમે કમનસીબ રહ્યા.
ઋષભ પંત પર કહી આ વાત
પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે રોહિત શર્માને ઋષભ પંતના શોટ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો રોહિત પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મીડિયાકર્મીઓને પૂછ્યું કે શોટ આજની મેચનો હતો કે પ્રથમ દાવનો હતો. આ સમય દરમિયાન રિપોર્ટર્સે કહ્યું, બંને ઇનિંગ્સમાં. આ પછી રોહિતે કહ્યું કે દરેક લોકો નારાજ છે કે નિર્ણય અમારા પક્ષમાં કેમ ન આવ્યો. પંત વિશે વાત કરીએ તો તેણે પોતે સમજવું જોઈએ કે તે કેટલો મહત્વપૂર્ણ છે. પંતે સમજવું જોઈએ કે જે રીતે તેણે ટીમને ઈતિહાસમાં જીત અપાવી છે, તેણે હજુ પણ જોખમ ઉઠાવવું પડશે અને સમજવું પડશે કે રમતમાં તેની ક્યાં જરૂર છે.
IND vs AUS: ટીમ ઈન્ડિયાની હારમાં આ રહ્યા સૌથી મોટા વિલન, ખરાબ રમતના કારણે ગુમાવી મેચ