IND vs AUS: ટીમ ઈન્ડિયાની હારમાં આ રહ્યા સૌથી મોટા વિલન, ખરાબ રમતના કારણે ગુમાવી મેચ
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને ફરી એકવાર શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. શ્રેણીમાં અત્યાર સુધી ચાર મેચ રમાઈ છે અને ટીમ ઈન્ડિયા માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે.
India vs Australia: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને ફરી એકવાર શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. શ્રેણીમાં અત્યાર સુધી ચાર મેચ રમાઈ છે અને ટીમ ઈન્ડિયા માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. તે પણ રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહની કપ્તાની હેઠળ જીક હાંસલ કરવામાં આવી હતી. એટલે કે રોહિત શર્માના હાથ સાવ ખાલી છે. હવે ભારતીય ટીમ એવા સ્ટેજ પર ઉભી છે જ્યાં સિરીઝ પણ હારી જવાનો ખતરો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ ખાસ કરીને નિશાના પર છે, તેમની ખરાબ રમતના કારણે ભારતને આ ખરાબ દિવસનો સામનો કરવો પડ્યો છે.
ઋષભ પંતે ફરી એ જ ખરાબ શોટ રમ્યો
ટીમ ઈન્ડિયાને છેલ્લા દિવસે જીતવા માટે 340 રનનો મોટો ટાર્ગેટ હતો. કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર હંમેશની જેમ સસ્તામાં આઉટ થયો. વિરાટ કોહલીનું બેટ પણ ન ચાલ્યું. કેએલ રાહુલ ફ્લોપ રહ્યો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત ક્રિઝ પર હતા. આ બંનેએ મળીને 197 બોલમાં 88 રનની ભાગીદારી કરી હતી. ત્યાં સુધીમાં નક્કી થઈ ગયું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતવાની નથી. હવે મેચ ડ્રો થઈ શકે છે. પરંતુ રિષભ પંતે ફરી એક વખત ખરાબ શોટ્સ રમ્યો જેની ટીકા થઈ રહી છે.
પંતના આઉટ થયા બાદ મેચ ડ્રો તરફ જતી રહી હતી
જ્યારે આખી દુનિયા જાણતી હતી કે ભારત મેચ જીતી શકશે નહીં, તેથી તેને ડ્રો કરવી વધુ સારું છે, તો પછી આ રીતે રમવાનો શું અર્થ હતો. જ્યારે રિષભ પંત અને જયસ્વાલ વચ્ચેની ભાગીદારી ચાલી રહી હતી, ત્યારે ટીમ ઈન્ડિયા સુરક્ષિત દેખાઈ રહી હતી, જ્યારે વિરોધી ટીમ કોઈપણ રીતે એક વિકેટ મેળવીને મેચ જીતવા માટે આગળ વધવા મક્કમ હતી. રિષભ પંતે આ તક આપી હતી. તેના આઉટ થવાની અસર એ થઈ કે યશસ્વી જયસ્વાલ પણ આઉટ થઈ ગયો અને પેવેલિન પરત ફર્યો. અન્ય બેટ્સમેનમાંથી કોઈ ટકી શક્યું નહીં. આ રીતે જોવામાં આવે તો રિષભ પંતના કારણે ટીમ ઈન્ડિયા લગભગ ડ્રો થયેલી મેચ હારી ગઈ હતી. રિષભ પંતે 104 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી.
યશસ્વી જયસ્વાલે ફરી એકવાર ખૂબ જ નબળી ફિલ્ડિંગ કરી
આ પછી, જો આપણે અન્ય જવાબદાર વ્યક્તિ વિશે વાત કરીએ તો તે છે યશસ્વી જયસ્વાલ. જો કે તેણે 84 રનની ઈનિંગ રમી હતી, પરંતુ જ્યારે પંત આઉટ થઈ ગયો હતો ત્યારે સંપૂર્ણ જવાબદારી જયસ્વાલ પર હતી, પરંતુ તેણે બતાવ્યું હતું કે તે હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી. આટલું જ નહીં, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ઇનિંગમાં 91 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે લાગતું હતું કે ટૂંક સમયમાં જ આખી ટીમ આઉટ થઈ જશે અને ટીમ ઈન્ડિયાને સારી તક મળશે, પરંતુ તે જ સમયે યશસ્વી જયસ્વાલે બે મોટા કેચ છોડી દિધા, આ સાથે ઓસ્ટ્રેલિયાએ મોટો સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઓછામાં ઓછા 100 રન વધુ બનાવ્યા, જે અંતમાં ભારત માટે મોંઘા સાબિત થયા.