IND vs AUS: સચીન, દ્રવિડ અને લક્ષ્મણના આ ખાસ ક્લબમાં સામેલ થવાની નજીક છે પુજારા, માત્ર આટલા રનની છે જરૂર
અત્યાર સુધી સચીન તેંદુલકર, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2000 થી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનો છે.
Cheteshwar Pujara: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2023ની બીજી ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાએ (Cheteshwar Pujara) એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે, દિલ્હીમાં રમાયેલી આ ટેસ્ટ પુજારાની ઇન્ટરનેશનલ કેરિયરની 100મી ટેસ્ટ મેચ હતી, હવે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની બચેલી બે મેચોમાં તે એક બીજી મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરવાની નજીક છે.
ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અત્યાર સુધી 1931 ટેસ્ટ રન બનાવી ચૂક્યો છે, જો તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝની બચેલી બે મેચોમાં 69 રન બીજા બનાવી લે છે, તો આ દિગ્ગજ ટીમ વિરુદ્ધ 2000 ટેસ્ટ રન પુરા કરી લેશે. આવુ કરનારો તે માત્ર ચોથો ભારતીય બેટ્સમેન હશે.
અત્યાર સુધી સચીન તેંદુલકર, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2000 થી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનો છે. વિરાટ કોહલી પણ આ લિસ્ટમાં ખુબ પાછળ છે, કોહલી અત્યારે માત્રર 1758 રન બનાવી શક્યો છે. વળી, ઓસ્ટ્રેલિયા તરફથી જોઇએ તો રિકી પોન્ટિંગ અને માઇકલ ક્લાર્ક જ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 2000+ ટેસ્ટ રન બનાવી શક્યા છે. આવામાં ચેતેશ્વર પુજારા આ વખતે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની આ એલિટ પેનલમાં ચેતેશ્વર પુજારા આ વખતે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની આ એલિટ પેનલમાં સામેલ થઇ શકે છે.
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન -
- સચીન તેંદુલકર આ લિસ્ટમાં ટૉપ પર છે, તેને 39 મેચોની 74 ઇનિંગોમાં 55 ની એવરેજથી 3630 રન બનાવ્યા છે.
- રિકી પોન્ટિંગ અહીં બીજા નંબર પર છે, પોન્ટિંગે 29 મેચોની 51 ઇનિંગોમાં 54.36 ની એવરેજથી 2555 રન ફટકાર્યા છે.
- વીવીએસ લક્ષ્મણે 29 મેચોની 54 ઇનિંગોમાં 49.67 ની એવરેજથી 2434 રન બનાવ્યા છે.
- રાહુલ દ્રવિડના નામે 32 મેચોની 60 ઇનિંગોમાં 39.68 ની એવરેજથી 2143 રન નોંધાયેલા છે.
- માઇકલ ક્લાર્કે 22 મેચોની 40 ઇનિંગોમાં 53.92 ની એવરેજથી 2049 રન બનાવ્યા છે.
- ચેતેશ્વર પુજારા આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે, તે 22 મેચોની 40 ઇનિંગોમાં 52.18ની એવરેજથી 1931 રન બનાવી ચૂક્યો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (સી), કેએલ રાહુલ, એસ ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટ કિપર), ઈશાન કિશન (વિકેટ કિપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, આર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર , સૂર્યકુમાર યાદવ , ઉમેશ યાદવ , જયદેવ ઉનડકટ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની વન ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), એસ ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (wk), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), આર જાડેજા, કુલદીપ યાદવ,વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ , ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ