IND vs AUS: ટીમ ઈન્ડિયાને વિશ્વ કપ જીતવા મળ્યો 254 રનનો ટાર્ગેટ, રાજ લીંબાણીની 3 વિકેટ
IND vs AUS U19 World Cup Final: ઓસ્ટેલીયાએ અંડર 19 વિશ્વ કપમાં 50 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા છે. આમ ભારતને વિશ્વ કપ જીતવા 254 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલીયા તરફથી સૌથી વધુ રન હરજસ સિંહે 55 રન બનાવ્યા હતા.
IND vs AUS U19 World Cup Final: ઓસ્ટેલીયાએ અંડર 19 વિશ્વ કપમાં 50 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા છે. આમ ભારતને વિશ્વ કપ જીતવા 254 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલીયા તરફથી સૌથી વધુ રન હરજસ સિંહે 55 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી રાજ લીંબાણીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
Innings Break!#TeamIndia need 2⃣5⃣4⃣ to win the #U19WorldCup!
— BCCI (@BCCI) February 11, 2024
3⃣ wickets for Raj Limbani
2⃣ wickets for Naman Tiwari
A wicket each for Saumy Pandey & Musheer Khan
Over to our batters 🙌
Scorecard ▶️ https://t.co/RytU4cGJLu#U19WorldCup | #INDvAUS pic.twitter.com/4SnelO2HMi
અંડર 19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા હતા. હરજસ સિંહે અડધી સદી ફટકારી હતી. તેણે 64 બોલનો સામનો કરીને 55 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હ્યુગે 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેરી ડિક્સને 42 રન બનાવ્યા હતા.
આવી રહી ટીમ ઈન્ડિયાની બોલીંગ
ભારત તરફથી રાજ લિંબાણી સૌથી સફળ બોલર રહ્યો હતો. રાજ લિંબાણીએ 10 ઓવરમાં 38 રન આપીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે નમન તિવારીને 2 સફળતા મળી. આ સિવાય સૌમી પાંડે અને મુશીર ખાને 1-1 કાંગારુ બેટ્સમેનને આઉટ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી અને સસ્તામાં સેમ કોન્સ્ટાસની વિકેટ ગુમાવી દીધી હતી. કોન્સ્ટન્સ ખાતું ખોલાવ્યા વિના રાજ લિંબાણીનો શિકાર બન્યો હતો. આ પછી કેપ્ટન હ્યુગ વેગબેન અને હેરી ડિક્સને 78 રનની ભાગીદારી કરીને દાવને સંભાળ્યો હતો. નમન તિવારીએ આ બંને ખેલાડીઓને આઉટ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જ્યાંથી ભારતીય મૂળના ખેલાડીઓ હરજસ સિંહ અને રેયાન હિક્સે મળીને 66 રન જોડ્યા હતા. હિક્સને ફાસ્ટ બોલર રાજ લિંબાણીએ આઉટ કર્યો હતો. જ્યારે હરજસ સિંહ સ્પિનર સૌમી પાંડેનો શિકાર બન્યો હતો. રાફે મેકમિલન પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તેને મુશીર ખાને આઉટ કર્યો હતો. અહીંથી ઓલિવર પીકે અણનમ 46 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 250થી આગળ લઈ ગયા.
ભારતે તેના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ટોમ કેમ્પબેલના સ્થાને ચાર્લી એન્ડરસનને તક આપી હતી. ભારતે પ્રથમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવ્યું હતું. જ્યારે બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.