શોધખોળ કરો

WTC Final 2023: કોહલી-રહાણેની જોડીએ મેચ રોમાંચક બનાવી, ભારતને જીતવા માટે છેલ્લા દિવસે 280 રનની જરૂર

WTC Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને હવે જીતવા માટે 280 રનની જરૂર છે.

WTC Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને હવે જીતવા માટે 280 રનની જરૂર છે. ભારત તરફથી વિરાટ કોહલી 44 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે અજિંક્ય રહાણે 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્માએ 43 રનની મહત્વની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે 270 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ સેશનમાં 2 વિકેટ ગુમાવી હતી

ઓસ્ટ્રેલિયન ટીમ માટે ચોથા દિવસની શરૂઆત સારી રહી ન હતી. ટીમે જલ્દી જ લાબુશેનના ​​રૂપમાં તેની 5મી વિકેટ ગુમાવી દીધી હતી. ઉમેશ યાદવે લબુશેનને 41 રનના અંગત સ્કોર પર પુજારાના હાથે કેચ આઉટ કરાવતા પેવેલિયન મોકલ્યો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા એલેક્સ કેરીએ કેમરૂન ગ્રીન સાથે મળીને ધીમી ગતિએ સ્કોર આગળ વધારવાનું શરૂ કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ આ ભાગીદારી તોડી જ્યારે તેણે ગ્રીનને પોતાનો શિકાર બનાવ્યો. ઓસ્ટ્રેલિયાની ટીમને છઠ્ઠો ફટકો 167ના સ્કોર પર લાગ્યો હતો. ગ્રીન પોતાની ઇનિંગમાં 95 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. લંચના સમય સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમે તેના બીજા દાવમાં 6 વિકેટ ગુમાવીને 201 રન બનાવી લીધા હતા.

ઓસ્ટ્રેલિયાએ દાવ ડિકલેર કર્યો, ભારતે શુભમન ગિલની વિકેટ ગુમાવી

બીજા સત્રની શરૂઆત સાથે, એલેક્સ કેરી અને મિશેલ સ્ટાર્કે ઝડપ સાથે રન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી, જ્યાં કેરીએ તેની અડધી સદી પૂરી કરી, જ્યારે બંને વચ્ચે 7મી વિકેટ માટે 50 રનની ભાગીદારી પણ થઈ. મિચેલ સ્ટાર્કે બેટથી શાનદાર પ્રદર્શન કરતા 57 બોલમાં 41 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સ્ટાર્કના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલો કેપ્ટન પેટ કમિન્સ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમે તેનો બીજો દાવ 270 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો અને ભારતને 444 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ભારતની બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ 3 જ્યારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે 2-2 વિકેટ મેળવી હતી. મોહમ્મદ સિરાજના ખાતામાં આ ઇનિંગમાં માત્ર 1 વિકેટ આવી.

ભારતીય ટીમને ચાના સમયથી બેટિંગ કરવાની તક મળી અને સુકાની રોહિત શર્માએ શુભમન ગિલ સાથે મળીને સકારાત્મક શરૂઆત કરી. બંનેએ મળીને ઝડપ સાથે 41 રન ઉમેર્યા હતા. પરંતુ ટી બ્રેક  પહેલા શુભમન ગીલની વિકેટ ગુમાવી હતી. તેણે 18 રન બનાવ્યા હતા. જો કે, તેના આઉટ થવા પર ઘણો વિવાદ પણ થયો હતો.

રોહિત અને પૂજારાના રૂપમાં 2 આંચકા, લાગ્યા

ચોથા દિવસના છેલ્લા સત્રની શરૂઆત સાથે, કેપ્ટન રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ સકારાત્મક રીતે બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેના કારણે ભારતીય ટીમની રન બનાવવાની ઝડપ 4 રનની આસપાસ જોવા મળી હતી. રોહિતે પુજારા સાથે મળીને બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ ટૂંક સમયમાં પૂરી કરી હતી. પરંતુ આ દરમિયાન નાથન લિયોને રોહિતના રૂપમાં ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો આપ્યો હતો.

લિયોનના બોલ પર કેપ્ટન રોહિત શર્માએ સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ સીધો પેડ પર વાગ્યો હતો અને તેને એલબીડબ્લ્યુ આઉટ થતાં પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. રોહિતના બેટમાંથી 43 રનની ઇનિંગ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાએ 92ના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી હતી. આ પછી તરત જ ટીમે 93ના સ્કોર પર પૂજારાના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. પૂજારાએ પેટ કમિન્સની બોલ પર એવો શોટ રમવાનો પ્રયાસ કર્યો જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. પૂજારા 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget