શોધખોળ કરો

WTC Final: ડોન બ્રેડમેન અને એલન બોર્ડરના ખાસ રેકોર્ડમાં સામેલ થયો શાર્દુલ ઠાકુર, જાણો

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.

Shardul Thakur Record, IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.ઓસ્ટ્રેલિયાના 469 રનના જવાબમાં ભારતીય દાવ માત્ર 296 રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા માટે માત્ર અજિંક્યે રહાણે અને શાર્દુલ ઠાકુર જ પચાસ રનનો આંકડો પાર કરી શક્યા હતા. અજિંક્ય રહાણેએ સૌથી વધુ 89 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે શાર્દુલ ઠાકુર 51 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે જ શાર્દુલ ઠાકુરે પચાસ રનનો આંકડો પાર કરીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

શાર્દુલ ઠાકુર એલન બોર્ડર અને ડોન બ્રેડમેનની યાદીમાં સામેલ થયો

શાર્દુલ ઠાકુરે ઓવલ મેદાન પર સતત ત્રીજી વખત ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી હતી. આવું કરનાર તે ત્રીજો વિદેશી બેટ્સમેન બની ગયો છે. આ પહેલા માત્ર એલન બોર્ડર અને ડોન બ્રેડમેન આ કારનામું કરી શક્યા હતા. હવે આ ખાસ યાદીમાં શાર્દુલ ઠાકુર પણ જોડાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં શાર્દુલ ઠાકુરે 109 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા.  શાર્દુલ ઠાકુરને કેમરૂન ગ્રીને આઉટ કર્યો હતો.

શાર્દુલ ઠાકુરે અહીંથી ઝડપી રન બનાવ્યા અને પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી અડધી સદી પૂરી કરી. જો કે તે પણ 51 રન બનાવીને કેમરૂન ગ્રીનનો શિકાર બન્યો હતો. મિશેલ સ્ટાર્કે મોહમ્મદ શમીને 13ના અંગત સ્કોર પર પેવેલિયનમાં મોકલતા ભારતીય ટીમનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમે પણ પ્રથમ દાવના આધારે 173 રનની જંગી લીડ મેળવી લીધી હતી. કાંગારૂ ટીમ તરફથી કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગની શરૂઆત સારી રહી ન હતી. ટીમને પહેલો ફટકો ઇનિંગની ચોથી ઓવરમાં 2ના સ્કોર પર ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. મોહમ્મદ સિરાજે વોર્નરને 1ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. બીજા સેશનના અંતે ઓસ્ટ્રેલિયન ટીમનો સ્કોર 1 વિકેટના નુકસાને 23 રન હતો.

દિવસના છેલ્લા સેશનમાં ભારતે 3 વિકેટ ઝડપી

ત્રીજા દિવસના અંતિમ સત્રની શરૂઆત સાથે જ ઉસ્માન ખ્વાજાના રૂપમાં ભારતીય ટીમને ટૂંક સમયમાં બીજી સફળતા મળી. ઉમેશ યાદવે ખ્વાજાને 13ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. અહીંથી, માર્નસ લાબુશેને, સ્ટીવ સ્મિથ સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સને સંભાળતી વખતે ઝડપી ગતિએ રન બનાવવાનું શરુ રાખ્યું હતું.  સ્મિથ અને લાબુશેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 62 રનની મહત્વપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી. રવિન્દ્ર જાડેજાએ સ્મિથને 34ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલીને ટીમ ઈન્ડિયાને ત્રીજી સફળતા અપાવી હતી.

આ પછી બેટિંગ કરવા આવેલા ટ્રેવિસ હેડે પણ ઝડપી  રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ 18 રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 111ના સ્કોર પર તેની ચોથી વિકેટ ગુમાવી હતી. ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાને 123 રન બનાવ્યા હતા.  ઓસ્ટ્રેલિયાની લીડ વધીને 296 રન થઈ ગઈ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget