IND vs BAN: બીજી વનડેમાં હારનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ
બીજી વનડેમાં એકબાજુ ટીમ ઇન્ડિયા હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે, તો વળી બાંગ્લાદેશની ટીમ જીત મેળવીને સીરીઝ સીલ કરવા પ્રયાસ કરશે.
India vs Bangladesh: ભારત વિરુદ્ધ 3 મેચોની વનડે સીરીઝમાં બાંગ્લાદેશની ટીમે પ્રથમ વનડેમાં જીત મેળવીની 1-0થી લીડ બનાવી લીધી છે. રોમાંચક પહેલી વનડેમાં બાંગ્લાદેશની ટીમે 1 વિકેટથી ટીમ ઇન્ડિયાને હારા આપી હતી, આ મેચમાં જીતનો હીરો મેહદી હસન રહ્યો. હવે બન્ને ટીમો બીજી વનડેમાં 7 ડિસેમ્બરે ટકરાશે, બીજી વનડેમાં એકબાજુ ટીમ ઇન્ડિયા હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે, તો વળી બાંગ્લાદેશની ટીમ જીત મેળવીને સીરીઝ સીલ કરવા પ્રયાસ કરશે.
ક્યારે ને ક્યા રમાશે મેચ -
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બીજી વનડે મેચ 7મી ડિસેમ્બરે રમાશે, આ મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બન્ને ટીમો જીતના ઇરાદે મેદાનમાં ઉતરશે.
ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે મેચ લાઇવ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ 4 ડિસેમ્બરથી શરૂ થઇ ચૂકી છે. પ્રથમ વનડે 4 ડિસેમ્બરે રમાઇ હતી, હવે બીજી વનડે મેચ 7મી ડિસેમ્બરે રમાશે.
આ સીરીઝનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થઈ રહ્યું છે. સોની સ્પોર્ટ્સ ટેનની વિવિધ ચેનલો પર લાઈવ મેચ જોવા મળશે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે. વળી, ક્રિકેટ ફેન્સ આ મેચનો આનંદ ડીડી સ્પૉર્ટ્સ પરથી પણ લઇ શકે છે. આ ઉપરાંત તમે જિઓ ટીવી પરથી પણ મેચ જોઇ શકો છો.
બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમ
ભારતની વનડે ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ.
બાંગ્લાદેશની વનડે ટીમ -
નજમૂલ હુસૈન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસેન, મહામુદ્દુલ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, અનામુલ હક (વિકેટકીપર), લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), મુશફિકૂર રહીમ (વિકેટકીપર), નુરુલ હસન (વિકેટકીપર), ઇબાદત હુસેન, હસન મહેમૂદ, મુસ્તફિજૂર રહેમાન, નાસમ અહેમદ, તસ્કીન અહેમદ.
Just 1️⃣ sleep away from the #BANvIND ODI series opener ⏳#TeamIndia pic.twitter.com/HKmyUgtqh1
— BCCI (@BCCI) December 3, 2022
Bangladesh, coming your way 👊
— KolkataKnightRiders (@KKRiders) December 1, 2022
📸: Virat Kohli | #BANvIND pic.twitter.com/TE2JHAthtE