Watch: ટોણો મારી રહ્યો હતો હેરી બ્રૂક, ઋષભ પંતે એક સેકન્ડમાં જ કરી દીધી બોલતી બંધ, વીડિયો વાયરલ
IND vs ENG 2nd Test: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો છેલ્લો દિવસ છે. ટીમ ઇન્ડિયાને જીતવા માટે 7 વિકેટની જરૂર છે. આ દરમિયાન, ઋષભ પંત અને હેરી બ્રુકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

IND vs ENG 2nd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજી ટેસ્ટ રમાઈ રહી છે, જેમાં આજે રવિવારે નિર્ણાયક દિવસ છે. ઈંગ્લેન્ડને જીતવા માટે 536 રનની જરૂર છે, જ્યારે ભારતને 7 વિકેટની જરૂર છે. આ દરમિયાન ચોથા દિવસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત અને હેરી બ્રૂક વચ્ચેની વાતચીત જોવા મળે છે.
View this post on Instagram
વીડિયોમાં, ઋષભ પંત જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સ્લિપમાં ઊભેલો હેરી બ્રૂક તેને ચીડવતો જોવા મળે છે. નોંધનીય છે કે પંતે બીજી ઇનિંગ્સમાં 58 બોલમાં તોફાની 65 રનની ઇનિંગ્સ રમી હતી, જેમાં 3 છગ્ગા અને 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
ઋષભ પંતે આપ્યો જડબાતોડ જવાબ
હેરી બ્રૂકે ઋષભ પંતને તેમની સૌથી ઝડપી સદી વિશે પૂછ્યું. પંતે પહેલા કહ્યું કે તેમને યાદ નથી, પરંતુ પછી તેમણે પૂછ્યું કે "ટેસ્ટ ક્રિકેટમાં પૂછી રહ્યા છો કે શું? 80-90 મિનિટમાં હશે." જોકે બ્રૂક અહીં બોલની સંખ્યા વિશે પૂછી રહ્યો હતો. તેના પર બ્રૂકે કહ્યું, "મેં મારી સૌથી ઝડપી સદી 55 બોલમાં ફટકારી છે. તમે તે આજે નહીં કરી શકો."
પંતે તેનો જડબાતોડ જવાબ આપતા કહ્યું, "કોઈ વાંધો નહીં, રેકોર્ડ બનાવવાની મને કોઈ લાલચ નથી." આ જવાબ સાંભળીને બ્રૂક શાંત થઈ ગયો. તમને જણાવી દઈએ કે બ્રૂક જે 55 બોલની સદીની વાત કરી રહ્યા હતા, તે IPLમાં આવી હતી. અને IPLમાં તો પંતે બ્રૂક કરતાં પણ ઓછા બોલમાં સદી ફટકારી છે.
હેરી બ્રૂક કરતાં ઝડપી સદી ઋષભ પંતના નામે
બ્રૂક જે સદીની વાત કરી રહ્યો છે, તે તેમણે 14 એપ્રિલ 2023ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા KKR સામે ઈડન ગાર્ડન્સમાં ફટકારી હતી. તેમણે 3 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી 55 બોલમાં 100 રન બનાવ્યા હતા. જોકે ઋષભને કદાચ યાદ ન રહ્યું, નહીં તો તેમણે પોતે IPLમાં છેલ્લી સદી 54 બોલમાં ફટકારી હતી, જે બ્રૂક કરતાં પણ ઝડપી છે. ખેર, બ્રૂક તો પંતનું ધ્યાન ભંગ કરવા માંગતો હતો. જો કે, હાલમાં ભારત બીજી ટેસ્ટમાં મજબુત સ્થિતિમાં છે.




















