IND vs ENG, 3rd T-20: ભારતનો 8 વિકેટથી પરાજય, ઈંગ્લેન્ડ 2-1થી આગળ
ભારતે મેચ જીતવા આપેલ 157 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જીત સાથે ઈંગ્લેન્ડ 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ થઈ ગયું છે. ભારતે સીરિઝ જીવંત રાખવા ચોથી ટી-20 કોઇપણ સંજોગોમાં જીતવી પડશે.
અમદાવાદઃ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની ત્રીજી મેચ રમાઈ હતી. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે મેચ જીતવા આપેલ 157 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જીત સાથે ઈંગ્લેન્ડ 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ થઈ ગયું છે. ભારતે સીરિઝ જીવંત રાખવા ચોથી ટી-20 કોઇપણ સંજોગોમાં જીતવી પડશે.
બટલરના વાવાઝોડામાં ઉડ્યા ભારતીય બોલર
ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 52 બોલમાં અણનમ 83 રન ફટકાર્યા હતા. તેણે 5 ફોર અને 4 છગ્ગા માર્યા હતા. જ્યારે જોની બેયરસ્ટે 28 બોલમાં 40 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જેસન રોયે 9 અને ડેવિડ મલાને 18 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ અને વોશિંગ્ટન સુંદરને એક એક સફળતા મળી હતી.
કોહલી સિવાય તમામ ફેલ
ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક અણનમ 77 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પંતે 20 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ટીમઃ ઈશાન કિશન, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેંદ્ર ચહલ
ઈંગ્લેન્ડની ટીમઃ જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ
IND v ENG: બુધવારથી ટી-20 મેચના રીફંડની પ્રક્રિયા શરૂ થશે, જાણો કેટલા દિવસમાં મળશે રીફંડ
IND vs ENG, 3rd T-20: ભારતને ત્રણ વિકેટકિપર સાથે રમવાનો જુગાર ભારે પડ્યો ? જાણો વિગત
ખાલી સ્ટેડિયમમાં રમાઈ મેચ....
અમદાવાદમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે, આ કારણે મેચમાં દર્શકોને આવવાની અનુમતી આપવામાં આવી નહોતી ગુજરાતી ક્રિકેટ સંઘે ત્રણેય ટી20 મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય કર્યો હતો.