IND vs ENG 4th T20: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું, શ્રેણી 2-2થી સરભર
IND vs ENG 4th T20 Score Updates: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચની સીરિઝની ચોથી મેચમાં ભારતે 8 રનથી જીત મેળવી હતી. આ સાથે જ સીરિઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે.

Background
IND vs ENG 4th T20 Live Score Updates: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચની સીરિઝની ચોથી મેચ આજે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડ સીરિઝમાં 2-1થી બઢત મેળવી ચૂક્યું છે. પરંતુ ટીમ ઈન્ડિયાની નજર ચોથી મેચ જીતીને સીરિઝ 2-2થી બરાબરી કરવા પર રહેશે
ટીમ ઈન્ડિયાની 8 રને જીત
ઈંગ્લેન્ડ સામે ચોથી ટી20 મેચમાં ભારતનો વિજય
IND vs ENG 4th T20 Score Updates: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચની સીરિઝની ચોથી મેચમાં ભારતે 8 રનથી જીત મેળવી હતી. આ સાથે જ સીરિઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને રાહુલ ચહરે 2-2 વિકેટ લીધી હતી અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી. સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતા 57 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યરે 37 રન અને રિષભ પંતે 30 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી જેસોન રોયે 40 રન, બેન સ્ટોક 46 રન અને જોની બેરિસ્ટોએ 25 રન બનાવ્યા હતા.જ્યારે બોલિંગમાં ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરને સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. આદિલ રશિદ, બૂડ, સ્ટોક અને સેમ કરને એક-એક વિકેટ ઝડપી હતી.




















