IND Vs ENG: ધર્મશાલા ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Team India Squad for 5th Test: ઈંગ્લેન્ડ સામે રમાનાર છેલ્લી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત કેએલ રાહુલ ધર્મશાલા ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય.
Team India Squad for 5th Test: ઈંગ્લેન્ડ સામે રમાનાર છેલ્લી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત કેએલ રાહુલ ધર્મશાલા ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. જો કે રાંચી ટેસ્ટ ન રમનાર જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. વોશિંગ્ટન સુંદર પણ 5મી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. વોશિંગ્ટન સુંદરને રણજી મેચ રમવા માટે રિલીઝ કરવામાં આવ્યો છે. આ સિવાય છેલ્લી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં કોઈ નવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
🚨 NEWS 🚨#TeamIndia's squad for the 5th @IDFCFIRSTBank Test against England in Dharamsala announced.
— BCCI (@BCCI) February 29, 2024
Details 🔽 #INDvENG https://t.co/SO0RXjS2dK
BCCIએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "KL રાહુલનું ધર્મશાલા ટેસ્ટમાં રમવું ફિટનેસ ટેસ્ટ પાસ કરવા પર નિર્ભર હતું. પરંતુ કેએલ રાહુલ સ્વસ્થ ન થવાને કારણે ધર્મશાલા ટેસ્ટમાં ભાગ લેશે નહીં. બીસીસીઆઈની મેડિકલ ટીમ કેએલ રાહુલની સંભાળ લઈ રહી છે. કેએલ રાહુલને સારી સારવાર માટે લંડન મોકલવામાં આવ્યો છે.
બીસીસીઆઈના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જસપ્રીત બુમરાહને રાંચી ટેસ્ટ પહેલા ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ જસપ્રીત બુમરાહ 5મી ટેસ્ટ માટે પરત ફર્યો છે. બુમરાહ ધર્મશાલામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. વોશિંગ્ટન સુંદરને રણજી મેચ રમવા માટે રિલીઝ કરવામાં આવ્યો છે. સુંદર તામિલનાડુ તરફથી મુંબઈ સામે રણજી મેચ રમશે. સુંદર જરૂર પડ્યે જ છેલ્લી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.
શમી આઉટ
તમને જણાવી દઈએ કે ઈજાના કારણે મોહમ્મદ શમી પણ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીનો ભાગ બની શક્યો નથી. મોહમ્મદ શમીએ તાજેતરમાં લંડનમાં સર્જરી કરાવી હતી. શમીને મેદાનમાં પરત ફરતા 3 થી 4 મહિનાનો સમય લાગી શકે છે. રજત પાટીદાર જો કે તેના ખરાબ પ્રદર્શન છતાં છેલ્લી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા રહેશે.
ધર્મશાલા ટેસ્ટ માટેની ટીમ આ પ્રમાણે છે
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, કેએસ ભરત, દેવદત્ત પડિકલ, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશદીપ.