IND vs ENG: ધર્મશાલા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મેળવી 255 રનની લીડ, રોહિત-ગિલની સદી
IND vs ENG 5th Test Live:ઇગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો

Background
IND vs ENG 5th Test Live: ઇગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં એક વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા. આ હિસાબે ભારત હજુ પણ ઈંગ્લેન્ડથી 83 રન પાછળ છે. કેપ્ટન રોહિત શર્મા 52 રન અને શુભમન ગિલ 26 રન બનાવીને અણનમ છે. બંને વચ્ચે 31 રનની ભાગીદારી થઈ છે. ભારતીય ટીમને એકમાત્ર ફટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો. તે 58 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો. શોએબ બશીરે તેને વિકેટકીપર બેન ફોક્સ દ્વારા સ્ટમ્પ કરાવ્યો હતો. યશસ્વીની ટેસ્ટ કારકિર્દીની આ ચોથી અડધી સદી હતી. આ સાથે જ રોહિતની ટેસ્ટ કારકિર્દીની આ 18મી અડધી સદી હતી.
આ પહેલા ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રનમાં સમેટાઈ ગયો હતો. કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી હતી. આ સાથે જ પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા રવિચંદ્રન અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલીએ સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. આ સિવાય રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી. એટલે કે ઈંગ્લેન્ડની તમામ 10 વિકેટ ભારતીય સ્પિનરોએ લીધી હતી. પ્રથમ દિવસે બંને દાવમાં 353 રન બનાવ્યા હતા અને કુલ 11 વિકેટ પડી હતી. તમામ વિકેટ સ્પિનરોએ લીધી હતી. ભારતીય સ્પિનરોએ 10 અને બશીરે એક વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી. બેન ડકેટ અને જેક ક્રાઉલીએ પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. કુલદીપે આ ભાગીદારી તોડી. તેણે ડકેટને શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો. ડકેટ 27 રન બનાવી શક્યો હતો. આ પછી ક્રાઉલે તેની ટેસ્ટ કારકિર્દીની 14મી અને ભારત સામે પાંચમી અડધી સદી પૂરી કરી. લંચ પહેલા કુલદીપે ઓલી પોપને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે સ્ટમ્પ કરાવ્યો અને ઈંગ્લિશ ટીમને બીજો ઝટકો આપ્યો. પોપ 11 રન બનાવી શક્યો હતો.
પ્રથમ સેશનમાં 25.3 ઓવર નાખવામાં આવી હતી અને ઈંગ્લેન્ડે 100 રન બનાવ્યા હતા અને બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બીજા સેશનમાં ઈંગ્લેન્ડે 29.3 ઓવર બેટિંગ કરી અને 94 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 38મી ઓવરમાં બે વિકેટે 137 રન હતો. 137ના સ્કોર પર બે વિકેટ સાથે ઈંગ્લેન્ડની ટીમ 58મી ઓવરમાં 218 રનમાં સમેટાઈ ગઈ હતી. 20 ઓવરમાં અને 81 રન બનાવીને ભારતે ઈંગ્લેન્ડની આઠ વિકેટ ગુમાવી દીધી હતી.
ક્રાઉલીએ 108 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 79 રન બનાવ્યા હતા. જો રૂટ 26 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે તેની 100મી ટેસ્ટ રમી રહેલા જોની બેયરસ્ટો 29 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપે કેપ્ટન બેન સ્ટોક્સને ખાતું પણ ખોલવા દીધું ન હતું. ઈંગ્લેન્ડનો સ્કોર 175 રન હતો ત્યારે ટીમે બેયરસ્ટો, રૂટ અને સ્ટોક્સની વિકેટ ગુમાવી દીધી હતી. અશ્વિને ઇનિંગની 50મી ઓવરમાં હાર્ટલી (6) અને વુડ (0)ને પેવેલિયન મોકલી દીધા હતા. આ પછી એન્ડરસન (0)ને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડનો દાવ 218 રનમાં સમેટાઈ ગયો હતો. બશીર 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ધર્મશાલા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મેળવી 255 રનની લીડ
India vs England 5th Test, Dharamsala: ધર્મશાલામાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ પર પણ ટીમ ઈન્ડિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં બનાવેલા 218 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમતના અંતે 8 વિકેટ ગુમાવીને 473 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાની લીડ વધીને 255 રન થઈ ગઈ છે. સ્ટમ્પના સમયે જસપ્રીત બુમરાહ 55 બોલમાં બે ચોગ્ગાની મદદથી 19 રન બનાવીને અણનમ અને કુલદીપ યાદવ 55 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 27 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી ઓફ સ્પિનર શોએબ બશીરે ચાર વિકેટ ઝડપી હતી.
સરફરાઝ-પડિક્કલે ઇનિંગ સંભાળી હતી
ભારતે ત્રણ વિકેટે 337 રન બનાવ્યા છે. હાલમાં દેવદત્ત પડિક્કલ 34 રન અને સરફરાઝ ખાન 27 રન સાથે ક્રિઝ પર છે. બંને વચ્ચે અત્યાર સુધી 58 રનની ભાગીદારી થઈ છે. ટીમ ઈન્ડિયાની અત્યાર સુધીની લીડ 119 રનની છે.
300 up for #TeamIndia! 👍 👍
— BCCI (@BCCI) March 8, 2024
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/UA4yfk0ydM



















