શોધખોળ કરો
Advertisement
ભારતીય ટીમનો આ સ્ટાર ખેલાડી કરવા જઇ રહ્યો છે લગ્ન, જેના કારણે ચોથી ટેસ્ટમાંથી જાતે જ થઇ ગયો બહાર, જાણો વિગતે
ખાસ વાત છે કે બુમરાહને લઇને અટકળો ચાલી રહી હતી કે તે ઇજાગ્રસ્ત છે, પરંતુ જાણવા મળ્યુ છે કે તેને ઇજા ન હતી થઇ. બુમરાહે ચોથી ટેસ્ટ માટે બીસીસીઆઇ પાસે આરામ લેવાની મંજૂરી માગી હતી, જેને બોર્ડે સ્વીકાર કરી લીધો છે
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં સૌથી પહેલા બૉલર જસપ્રીત બુમરાહ પોતાના પર્સનલ કારણોસર ટીમ ઇન્ડિયાથી બહાર થઇ ગયો છે. હવે એવી જાણકારી સામે આવી રહી છે કે બુમરાહએ જાતેજ થોડાક દિવસોની રજા લીધી છે, કેમકે તે બહુ જલ્દી લગ્ન કરવાનો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઇએ પોતાના બીસીસીઆઇ સુત્રોના હવાલાથી જાણકારી આપી છે કે બુમરાહ લગ્ન કરવાનો છે, અને તેની તૈયારીઓ માટે રજા લીધી છે. સુત્રએ કહ્યું- બુમરાહે બીસીસીઆઇને જણાવ્યુ કે તે લગ્ન કરી રહ્યો છે, લગ્નની તૈયારીઓમાં મદદ કરવા માટે રજા લીધી છે.
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પુણેમાં 23 માર્ચથી વનડે સીરીઝ શરૂ થઇ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝની ચોથી ટેસ્ટ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી માર્ચે રમાશે. ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં 2-1થી લીડ બનાવી ચૂકી છે. જો ભારત આ મેચ જીતી જાય છે કે ડ્રૉ કરાવે છે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી જશે.
ખાસ વાત છે કે બુમરાહને લઇને અટકળો ચાલી રહી હતી કે તે ઇજાગ્રસ્ત છે, પરંતુ જાણવા મળ્યુ છે કે તેને ઇજા ન હતી થઇ. બુમરાહે ચોથી ટેસ્ટ માટે બીસીસીઆઇ પાસે આરામ લેવાની મંજૂરી માગી હતી, જેને બોર્ડે સ્વીકાર કરી લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement