શોધખોળ કરો
બે વર્ષથી બહાર બેસેલો આ ફિરકી બૉલર ઇંગ્લેન્ડ સામે કરશે એન્ટ્રી, જાણો કોણ છે તે ને કેમ કરાશે તેને ટીમમાં સામેલ
ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ કરાયો હતો પરંતુ એકપણ મેચ રમવાનો મોકો નહતો મળી શક્યો. કુલદીપે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 2018-19માં રમી હતી. ઉલ્લેખનીય છે કે ભારતની પીચો પર કુલદીપ યાદવ સારુ પરફોર્મન્સ કરી શકે છે

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત 5મી જાન્યુઆરીથી ટેસ્ટ સીરીઝનો પ્રારંભ કરશે. બન્ને ટીમો હાલ દમદાર પૉઝિશન પર છે. જેથી બન્ને ટીમો પોતાના બેસ્ટ ખેલાડીઓને લઇને મેદાનમાં ઉતરી શકે છે. ત્યારે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે ભારતીય ટીમના ચાઇના મેન ફિરકી બૉલર કુલદીપ યાદવનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ કરાયો હતો પરંતુ એકપણ મેચ રમવાનો મોકો નહતો મળી શક્યો. કુલદીપે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 2018-19માં રમી હતી. ઉલ્લેખનીય છે કે ભારતની પીચો પર કુલદીપ યાદવ સારુ પરફોર્મન્સ કરી શકે છે. બીસીસીઆઇએ શનિવારે એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં અંજિક્યે રહાણે કહી રહ્યો છે કે તમારા માટે આ ખુબ મુશ્કેલ રહ્યં, તું ત્યારે એકપણ મેચ ના રમ્યો, પરંતુ તારો વ્યવહાર ખુબ સારો હતો. હવે અમે ભારત જઇ રહ્યાં છીએ, તારો સમય આવશે, એટલા માટે સખત મહેનત કરતો રહે. આ પહેલા શુક્રવારે ભારતના બૉલિંગ કૉચ ભરત અરુણે પણ કહ્યું કે કુલદીપ ભારતમાં રમશે. અરુણનો વીડિયો પણ બીસીસીઆઇએ ટ્વીટર પર પૉસ્ટ કર્યો હતો. તેને કહ્યુ કે કુલદીપ ઓસ્ટ્રેલિયામાં એટલા માટે ન હતો રમ્યો કેમકે ટીમ મેનેજમેન્ટના હિસાબથી ખેલાડી સિલેક્શનની રણનીતિ બનાવવામાં આવી હતી. તેમને કહ્યું - જો તે નથી રમ્યો તો ઠીક છે, તે સખત મહેનત કરી રહ્યો છે, તે શાનદાર છે. તેમને કહ્યું કે અમે પીચ પ્રમાણે ખેલાડી પસંદ કરવાની રણનીતિ અપનાવી હતી. ધ્યાન રાખો કુલદીપને જ્યારે રમવાનો મોકો મળશે, તો તે બતાવી દેશે કે તે શું કરી શકે છે. ભારતમા જ્યારે અમે ચાર ટેસ્ટ મેચ રમીશુ ત્યારે તેને સમય આવશે. કુલદીપ જ્યારે પણ ભારત માટે રમ્યો, તેને શાનદાર કામ કર્યુ. ટી20 મેચમાં તેનો મોકો મળ્યો હતો, તેને બેસ્ટ બૉલિંગ કરી હતી. આ ટીમનો દરેક ખેલાડી જાણે છે તેનો સમય આવશે.
ફાઇલ તસવીર
ફાઇલ તસવીર વધુ વાંચો




















