શોધખોળ કરો
Advertisement
બીજી ટેસ્ટમાં ભારતને હંફાવનારા કયા ઇંગ્લિશ ક્રિકેટરે ત્રીજી ટેસ્ટ રમવાની જાતે જ ના પાડી દીધી, જાણો કેમ
ઇંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટે મોઇન અલીની બાકીને બે ટેસ્ટ મેચો ના રમવાની જાણકારી આપી છે. જૉ રૂટનુ કહેવુ છે કે મોઇન અલી ઇંગ્લેન્ડ પરત જઇ રહ્યો છે, રૂટે જણાવ્યુ કે મોઇન અલીએ જાતે જ ત્રીજી ટેસ્ટમાં ના રમવાનો ફેંસલો કર્યો છે,
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મેદાન પર ત્રીજી ટેસ્ટ રમાવવાની છે. બન્ને ટીમો ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં 1-1થી બરાબરી છે, ત્યારે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને મોટો ફટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલી ભારત સામેની ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે.
33 વર્ષીય મોઇન અલી ઇંગ્લેન્ડનો અનુબવી સ્પિનર છે. મોઇન અલીએ બીજી ટેસ્ટમાં જબરદસ્ત બૉલિંગ કરીને ભારતીય બેટ્સમેનોને હંફાવી દીધા હતા. તેને પ્રથમ ઇનિંગ અને બીજી બન્ને ઇનિંગમાં 4-4 વિકેટ ઝડપી હતી, આમાં બન્ને ઇનિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની મહત્વની વિકેટ પણ સામેલ છે. આ ઉપરાંત બીજી ઇનિંગમાં ભારત સામે તાબડતોડ બેટિંગ કરતાં 43 રનની તોફાની ઇનિંગ પણ રમી હતી.
મોઇન અલી કેમ નહીં રમે ત્રીજી ટેસ્ટ....
ઇંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટે મોઇન અલીની બાકીને બે ટેસ્ટ મેચો ના રમવાની જાણકારી આપી છે. જૉ રૂટનુ કહેવુ છે કે મોઇન અલી ઇંગ્લેન્ડ પરત જઇ રહ્યો છે, રૂટે જણાવ્યુ કે મોઇન અલીએ જાતે જ ત્રીજી ટેસ્ટમાં ના રમવાનો ફેંસલો કર્યો છે, અને તે ખુદ ઇંગ્લેન્ડ જઇ રહ્યો છે. ટીમ પણ તેના ફેંસલાનુ સન્માન કરે છે.
ઇંગ્લેન્ડની ટીમ આ પ્રકાર છે....
જૉ રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, જૉની બેયર્સ્ટો, ડૉમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રૉરી બર્ન્સ, જેક ક્રાઉલી, બેન ફૉક્સ (વિકેટકીપર), લૉરેન્સ, જેક લીચ, ઓલી પૉપ, ડૉમ સિલ્બે, બેન સ્ટૉક્સ (ઉપ કેપ્ટન), ઓલી સ્ટૉન, ક્રિસ વૉક્સ, માર્ક વુડ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion