શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની અસર ભારત-ઇંગ્લેન્ડની મેચો પર પડી, શું લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે
આગામી મહિને રમાનારી વનડે ક્રિકેટ સીરીઝ ખાલી સ્ટેડિયમમાં રમાશે. મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘે આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાયરસના વધતા કેસોના કારણે આ મોટો ફેંસલો લેવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની અસર હવે ક્રિકેટ પડી છે. હાલમાં ભારતમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ સીરીઝ રમાઇ રહી છે. આગામી મહિને રમાનારી વનડે ક્રિકેટ સીરીઝ ખાલી સ્ટેડિયમમાં રમાશે. મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘે આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાયરસના વધતા કેસોના કારણે આ મોટો ફેંસલો લેવામાં આવ્યો છે.
એમસીએ અધ્યક્ષ વિકાસ કકાટકરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સીરીઝની મેચનુ આયોજનને લઇને સંચાલન પરિષદના અધ્યક્ષ મલિંદ નાર્વેકરની સાથે મળીને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને પર્યટન તથા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ક્રિકેટ સંસ્થાએ કહ્યું કે મુખ્યમંત્રીએ તેમને ખેલાડીઓ અને અધિકારીઓને લઇને તમામ પ્રકારની સાવધાનીઓ રાખવાનુ કહ્યું છે. એમસીએએ મદદ અને સૂચનો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ, ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ અને એમસીએના પૂર્વ અધ્યક્ષ શરદ પવારનો આભાર માન્યો છે.
પુણેમાં જ રમાશે વનડે સીરીઝ...
પહેલા એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે મેચનુ સ્થળ વધતા કોરોનાના કારણે બદલાઇ શકે છે, પરંતુ હવે સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે પુણેમાં જ વનેડી સીરીઝની મેચનુ આયોજન થશે. વધી રહેલા કોરોના સંક્રમણના કારણે દર્શકો વિના જ ખાલી સ્ટેડિયમમાં વનડે મેચો રમાશે.
પુણેમાં ડે-નાઇટ વનડે સીરીઝ....
23 માર્ચે, પહેલી વનડે
26 માર્ચે, બીજી વનડે
28 માર્ચે, ત્રીજી વનડે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion