(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG: ઇગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે જાહેર કરી પ્લેઇંગ ઇલેવન, શોએબ બશીર કરશે ડેબ્યૂ, એન્ડરસનની વાપસી
ઈંગ્લેન્ડે શુક્રવાર, 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી ટેસ્ટ માટે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.
England Playing 11 For 2nd Test Against India: ઈંગ્લેન્ડે શુક્રવાર, 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી ટેસ્ટ માટે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની વાપસી થઈ છે. જ્યારે સ્પિનર શોએબ બશીરને ડેબ્યૂ કરવાની તક મળી છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 190 રનથી પાછળ હોવા છતાં 28 રનથી જીતી ગઈ હતી.
We have named our XI for the second Test in Vizag! 🏏
— England Cricket (@englandcricket) February 1, 2024
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 2 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીં પણ સ્પિન ફ્રેન્ડલી પિચ જોવા મળે છે. પાંચ મેચોની આ શ્રેણીમાં ઇંગ્લિશ ટીમ 1-0થી આગળ છે.
નોંધનીય છે કે મુખ્ય સ્પિનર જેક લીચ ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં તેની જગ્યાએ યુવા સ્પિનર શોએબ બશીરને ડેબ્યૂ કરવાની તક મળી છે. આ સિવાય માર્ક વૂડની જગ્યાએ સિનિયર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની ટીમમાં વાપસી થઈ છે. બીજી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડની ટીમ ત્રણ સ્પિનરો અને એક ઝડપી બોલર સાથે ઉતરી છે.
પ્રથમ ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડની ટીમ માત્ર એક ઝડપી બોલર સાથે આવી હતી. જોકે, હૈદરાબાદમાં રમાયેલી ટેસ્ટમાં માર્ક વૂડ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો, પરંતુ બીજી ટેસ્ટમાં માર્ક વુડના સ્થાને જેમ્સ એન્ડરસનને તક આપવામાં આવી છે. ટીમમાં એન્ડરસન એકમાત્ર ઝડપી બોલર છે.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર અને જેમ્સ એન્ડરસન.