IND vs ENG: ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ ટીમમાંથી આ સ્ટાર ખેલાડીની થઈ બાદબાકી, જાણો કોને કોને મળ્યો મોકો
IND vs ENG: પસંદગીકર્તાએ ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ માટે પણ ટીમની જાહેરાત કરી છે. ગત વર્ષે રમાયેલી સીરિઝની અંતિમ મેચ કોરોનાના કારણે રદ કરાઈ હતી. આ મેચ 1 જુલાઈથી રમાશે.
IND vs ENG, 5th Test: પસંદગીકર્તાએ ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ માટે પણ ટીમની જાહેરાત કરી છે. ગત વર્ષે રમાયેલી સીરિઝની અંતિમ મેચ કોરોનાના કારણે રદ કરાઈ હતી. આ મેચ 1 જુલાઈથી રમાશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાંથી અજિંક્ય રહાણેની બાદબાકી કરવામાં આવી છે. રહાણે આઈપીએલમાં ઈજાગ્રસ્ત થયો હતો. પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારત 2-1થી આગળ છે.
ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના
TEST Squad - Rohit Sharma (Capt), KL Rahul (VC), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Hanuma Vihari, Cheteshwar Pujara, Rishabh Pant (wk), KS Bharat (wk), R Jadeja, R Ashwin, Shardul Thakur, Mohd Shami, Jasprit Bumrah, Mohd Siraj, Umesh Yadav, Prasidh Krishna #ENGvIND
— BCCI (@BCCI) May 22, 2022
સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી-20 સીરિઝમાં આઈપીએલ સ્ટાર્સને મોકો
ભારતે સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન અપાયું છે.ટી-20 ટીમમાં અનેક મોટા નામની વાપસી થઈ છે. જેમાં હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુઝવેંદ્ર ચહલ જેવા નામો સામેલ છે. આ ઉપરાંત આઈપીએલ 2022માં શાનદાર દેખાવ કરનારા અર્શદીપ સિંહ, ઉમરાન મલિકને પ્રથમ વાર ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયા છે.
સાઉથ આફ્રિક સામે ટી-20 સીરિઝની જાહેર થયેલી ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન. દીપક હુડા, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક