IND Vs IRE, Match Highlights: બીજી ટી20માં શાનદાર જીત સાથે ટીમ ઈન્ડિયાનો સિરીઝ પર કબજો, યુવા બ્રિગેડનું શાનદાર પ્રદર્શન
IND Vs IRE, Match Highlights ભારતે 3 T20 શ્રેણીની બીજી મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવ્યું છે. આ રીતે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-0થી જીતી લીધી છે.
IND Vs IRE, Match Highlights ભારતે 3 T20 શ્રેણીની બીજી મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવ્યું છે. આ રીતે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-0થી જીતી લીધી છે. આયર્લેન્ડને મેચ જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ યજમાન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. આયર્લેન્ડ માટે ઓપનર એન્ડ્ર્યુ બલબિર્નીએ 51 બોલમાં 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિશ્ના અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને 1 સફળતા મળી.
A win by 33 runs in the 2nd T20I in Dublin 👏#TeamIndia go 2⃣-0⃣ up in the series!
— BCCI (@BCCI) August 20, 2023
Scorecard ▶️ https://t.co/vLHHA69lGg #TeamIndia | #IREvIND pic.twitter.com/TpIlDNKOpb
આયર્લેન્ડ માટે ખૂબ જ ખરાબ શરૂઆત
186 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ 19ને કેપ્ટન પોલ સ્ટર્લિંગ અને લોર્કન ટકરના રૂપમાં બે આંચકા લાગ્યા, જેમને પ્રસિદ્ધ ક્રિષ્નાએ શિકાર બનાવ્યા. આ પછી 28ના સ્કોર પર ટીમને ત્રીજો ફટકો હેરી ટેક્ટરના રૂપમાં લાગ્યો હતો જે 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ 6 ઓવરમાં આયરિશ ટીમ માત્ર 31 રન સુધી જ પહોંચી શકી હતી.
એન્ડ્રુ બાલ્બિર્નીએ એક છેડેથી ઇનિંગ્સને સંભાળી હતી
ઓપનિંગ બેટ્સમેન એન્ડ્રુ બાલ્બિર્નીએ આયર્લેન્ડની ઇનિંગ્સને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની જવાબદારી લીધી અને કર્ટિસ કેમ્ફર સાથે ચોથી વિકેટ માટે 35 રનની ભાગીદારી કરી. 63ના સ્કોર પર આયર્લેન્ડને ચોથો ફટકો કેમ્પરના રૂપમાં લાગ્યો હતો જે 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી બાલ્બિર્નીને જ્યોર્જ ડોકરેલનો સાથ મળ્યો અને બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 30 બોલમાં 52 રનની ભાગીદારી જોવા મળી.
અર્શદીપે અપાવી મોટી સફળતા
બાલ્બિર્ની અને ડોકરેલ વચ્ચેની ભાગીદારી 115ના સ્કોર પર સમાપ્ત થઈ જ્યારે ડોકરેલ રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. આ પછી અર્શદીપ સિંહે 72 રનના અંગત સ્કોર પર એન્ડ્ર્યુ બાલ્બિર્નીને પેવેલિયન મોકલીને આયર્લેન્ડની હાર નિશ્ચિત થઈ ગઈ હતી. માર્ક એડેરે ચોક્કસપણે 14 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે પોતાની ટીમને હારથી બચાવી શક્યો નહોતો. આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 152 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બોલિંગમાં કૃષ્ણા, કેપ્ટન જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. આ સાથે જ અર્શદીપ સિંહે 1 વિકેટ પોતાના નામે કરી હતી.
ભારતની બેટિંગમાં ઋતુરાજ અને રિંકુ સિંહનું શાનદાર પ્રદર્શન
જો બીજી T20 મેચમાં ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો તેમાં વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને રિંકુ સિંહનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ઇનિંગની શરૂઆત કરનાર ગાયકવાડે આ મેચમાં 43 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો બીજી તરફ, સંજુ સેમસને મિડલ ઓર્ડરમાં 26 બોલમાં 40 રનની ઝડપી ઇનિંગ રમીને સ્કોરને ઝડપી બનાવવાનું કામ કર્યું હતું. છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા ઉતરેલા રિંકુ સિંહે શિવમ દુબે સાથે પાંચમી વિકેટ માટે 28 બોલમાં 55 રનની ભાગીદારી કરીને સ્કોર 185 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં રિંકુએ 21 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 38 રનની ઇનિંગ રમી હતી. આયર્લેન્ડ તરફથી બોલિંગમાં બેરી મેક્કાર્થીએ 2 જ્યારે માર્ક એડેર, ક્રેગ યંગ અને બેન્જામિન વ્હાઇટે 1-1 વિકેટ લીધી હતી.
પોલ સ્ટર્લિંગ(કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર(વિકેટકીપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક અડાયર, બેરી મેક્કાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટલ અને બેન્જામિન વ્હાઇટ.