IND vs IRE: કેપ્ટન હાર્દિક પંડ્યાએ જીત બાદ ખોલ્યું રાજ, આ કારણે અંતિમ ઓવરમાં ઉમરાન મલિક પર લગાવ્યો દાવ
IND vs IRE: ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાન પર 225 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આયર્લેન્ડે 5 વિકેટના નુકસાન પર 221 રન બનાવતાં ભારતનો 4 રનથી રોમાંચક વિજય થયો હતો.
IND vs IRE: ભારત અને આયર્લેન્ડ વચ્ચેની 2 મેચોની ટી20 સીરીઝની છેલ્લી મેચ ડબલીનમાં રમાઈ હતી. આ મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાન પર 225 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આયર્લેન્ડે 5 વિકેટના નુકસાન પર 221 રન બનાવતાં ભારતનો 4 રનથી રોમાંચક વિજય થયો હતો.
આવી રહી ટીમ ઈન્ડિયાની ઈનિંગ
સંજુ સેમસન, દિપક હુડ્ડા, સુર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. ભારતે 7 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ કમાલ કરી બતાવ્યો છે. તેણે આયરલેન્ડ સામેની બે મેચની T20 શ્રેણીની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. આ સાથે તે રોહિત શર્મા, કેએલ રાહુલ અને સુરેશ રૈનાની ક્લબમાં સામેલ થઈ ગયો છે. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ આ મામલે દીપકથી પાછળ રહી ગયો છે. કોહલીએ અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલ કરિયરમાં સદી ફટકારી નથી. દીપક હુડ્ડાએ આ સિદ્ધિ આયર્લેન્ડ સામે ડબલિનમાં રમાયેલી T20 મેચમાં મેળવી હતી.
આયર્લેન્ડે પોલ સ્ટર્લિંગના 18 બોલમાં 40 રન, એન્ડ્રૂ બાલબીરીનાના 37 બોલમાં 60 રન તથા જ્યોર્જ ડોકરેલના 16 બોલમાં અણનમ 34 રન તથા માર્ક એડિરના 12 બોલમાં નોટઆઉટ 23 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 221 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ તથા ઉમરાન મલિકે 1-1 વિકેટ લીધી હતી.
શું કહ્યું હાર્દિક પંડ્યાએ
હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશિપની શરૂઆત શ્રેણી જીત સાથે કરી છે. મેચ પૂરી થયા બાદ પંડ્યાએ જણાવ્યું કે કેવી રીતે તેણે દબાણને પોતાનાથી દૂર રાખ્યું. આયર્લેન્ડને છેલ્લી ઓવરમાં જીતવા માટે 17 રનની જરૂર હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેની બીજી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા ઉમરાન મલિક પર દાવ લગાવ્યો. જો કે, પ્રથમ છેલ્લી ઓવરના પ્રથમ ત્રણ બોલમાં 9 રન થયા બાદ મેચ ભારતના હાથમાંથી જતી હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ ઉમરાન મલિકે શાનદાર વાપસી કરી હતી અને છેલ્લા ત્રણ બોલમાં માત્ર ત્રણ રન જ આપ્યા હતા.
હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું, “હું દબાણ દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું માત્ર વર્તમાનમાં રહેવા માંગતો હતો અને મેં ઉમરાનને સમર્થન આપ્યું હતું. ઉમરાનની ગતિને ધ્યાનમાં લેતાં 18 રન બનાવવા ખૂબ મુશ્કેલ હતા. પરંતુ તેણે ખૂબ જ સારા શોટ્સ રમ્યા અને સારી બેટિંગ કરી. આનો શ્રેય તેમને મળવો જોઈએ. શ્રેય આપણા બોલરોને પણ જાય છે જેમણે મેચને પોતાની તરફેણમાં કરી.
With his pace, it's difficult to hit runs: Hardik Pandya reveals his decision to hand Umran Malik last crucial over of the match
— ANI Digital (@ani_digital) June 29, 2022
Read @ANI Story | https://t.co/AyOYika47k#IndvsIre #UmranMalik #HardikPandya pic.twitter.com/qTZrirOxDs