(Source: ECI/ABP News/ABP Majha)
T20 WC: Namibia વિરુદ્ધ મેચમાં કાળી પટ્ટી બાંધીને કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? આ છે કારણ
ટી-20 વર્લ્ડકપ-2021માં ટીમ ઇન્ડિયા પોતાની અંતિમ મેચ રમી રહી છે. નાબિમિયા સામેની મેચમાં ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી
Team India Wearing Black Armbands: ટી-20 વર્લ્ડકપ-2021માં ટીમ ઇન્ડિયા પોતાની અંતિમ મેચ રમી રહી છે. નાબિમિયા સામેની મેચમાં ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી. દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કોચ તારક સિન્હાને શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરી હતી.
ઋષભ પંત, શિખર ધવન અને આશિષ નહેરા જેવા અનેક ક્રિકેટરોની ટેલેન્ટને નિખારનારા કોચ તારક સિન્હાનું શનિવારે નિધન થયું હતું. 71 વર્ષના તારક સિન્હા છેલ્લા કેટલાય સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેઓ અનેક ખેલાડીઓને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તેઓ દિલ્હીની જાણીતી ક્રિકેટ ક્લબ સોનેટ ક્લબ સાથે જોડાયેલા હતા.
તારક સિન્હાએ અનેક પેઢીઓના ખેલાડીઓને ટ્રેનિંગ આપી છે. તેમણે સુરેન્દ્ર ખન્ના, સંધિર સિહ, રમન લાંબા, મનોજ પ્રભાકર, અજય શર્મા, કેપી ભાસ્કર, અતુલ વાસન, આશીષ નેહરા, સંજીવ શર્મા, આકાશ ચોપરા, શિખર ધવન, અંજુમ ચોપરા અને ઋષભ પંત જેવા અનેક ક્રિકેટરોને ટ્રેનિંગ આપી છે. તેમણે દ્રોણાચાર્ય એવોર્ડ જીતનાર પાંચમા ક્રિકેટ કોચ છે.
જેસન રોય ટી-20 વર્લ્ડકપમાંથી બહાર
ઇગ્લેન્ડને ટી-20 વર્લ્ડકપમાં સેમિફાઇનલ મેચ અગાઉ ઝટકો લાગ્યો છે. ઓનપર બેટ્સમેન જેસન રોય ટુનામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ સુપર-12ની અંતિમ મેચમાં રોય ઇજાગ્રસ્ત થયો હતો. ઇસીબીએ આપેલી જાણકારી અનુસાર રોયના સ્થાને જેમ્સ વિંસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 10 નવેમ્બરના રોજ પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે. ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડે અત્યાર સુધી 5માં 4 મેચ જીતી છે.
જેસન રોયને પગમાં ઇજા પહોંચી હતી. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 20 રન બનાવી રિટાયર્ડ હર્ટ થઇ ગયો હતો. રોયે કહ્યું કે ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ જવું મારા માટે કડવા ઘૂંટ સમાન છે. 2019ના વન-ડે વર્લ્ડકપમાં રોયે શઆનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણએ ઇગ્લેન્ડ વર્લ્ડકપ જીતવામાં સફળ રહ્યું હતું. ઇગ્લેન્ડે 2010માં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. આ વખતે ટીમને મોટી દાવેદાર માનવામાં આવી છે. ન્યૂઝિલેન્ડની ટીમે અત્યાર સુધી ટી-20 વર્લ્ડકપનું ટાઇટલ જીત્યું નથી