શોધખોળ કરો

IND vs NED: હાર બાદ નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સનું મોટું નિવેદન, ‘ભારત આવીને....’

T20 વર્લ્ડ કપ 2026 માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે 17 રનથી હાર્યા બાદ નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ભારતીય બેટ્સમેનોની પ્રશંસા કરી. જાણો તેમણે શું કહ્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતે નેધરલેન્ડ્સને T20 વર્લ્ડ કપમાં 17 રનથી હરાવ્યું.
  • કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે આર્યન દત્તની પ્રશંસા કરી.
  • ભારતીય બેટ્સમેનોએ અંતિમ ઓવરોમાં આક્રમક રમત રમી.
  • નેધરલેન્ડ્સ ભારતમાં રમવાથી ખૂબ શીખ્યા.

બુધવારે અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની અત્યંત રોમાંચક મેચમાં યજમાન ભારતીય ક્રિકેટ ટીમે નેધરલેન્ડ્સને 17 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી છે. આ હાર સાથે જ નેધરલેન્ડ્સની ટીમનું વર્લ્ડ કપનું અભિયાન સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. મેચ પૂરી થયા બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે પોતાની ટીમની હાર સ્વીકારતા એક મોટું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે ભારતીય બેટ્સમેનોની આક્રમક રમત અને વિસ્ફોટક ફાયરપાવરના દિલ ખોલીને વખાણ કર્યા હતા.

આર્યન દત્તની બોલિંગ અને શરૂઆતનો દબદબો

આ હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 193 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ આકરી લડત આપવા છતાં 20 ઓવરમાં 7 વિકેટે 176 રન જ બનાવી શકી હતી.

પોતાના બોલરોના પ્રદર્શન વિશે વાત કરતા કેપ્ટન એડવર્ડ્સે સ્પિનર આર્યન દત્તની વિશેષ પ્રશંસા કરી હતી. આર્યને પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 19 રન આપીને 2 કિંમતી વિકેટ ઝડપી હતી. કેપ્ટને કહ્યું, "અમે શરૂઆતમાં જબરદસ્ત બોલિંગ કરી હતી. આનો સંપૂર્ણ શ્રેય આર્યન દત્તને જાય છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી અમારા માટે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ભારતીય બેટ્સમેનોને રન બનાવવા માટે જોરદાર પડકાર ફેંક્યો હતો, અને એક સમયે અમને લાગી રહ્યું હતું કે અમે આ મેચમાં સંપૂર્ણપણે પકડ બનાવી લીધી છે."

ભારતીય બેટ્સમેનોની ફાયરપાવર સામે ઝૂકવું પડ્યું

એક સમયે ભારતીય ટીમે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને માત્ર 118 રન જ બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ મેદાન પર જે તબાહી મચાવી, તેણે મેચનું ચિત્ર બદલી નાખ્યું.

આ વિસ્ફોટક બેટિંગ અંગે સ્કોટ એડવર્ડ્સે સ્વીકાર્યું કે, "અમે સારી રીતે જાણતા હતા કે ભારતીય બેટિંગ લાઇન અપમાં કેટલી જબરદસ્ત તાકાત અને ફાયરપાવર રહેલી છે. તેથી, પ્રથમ 14 15 ઓવર સુધી તેમને મોટા શોર્ટ્સ રમતા રોકી રાખવા તે અમારા માટે ખરેખર એક મોટી ઉપલબ્ધિ હતી. પરંતુ અમારાથી ફિલ્ડિંગમાં કેટલીક મોટી ભૂલો થઈ, અમે મહત્વના કેચ છોડ્યા. જ્યારે તમે આવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓને જીવતદાન આપો છો, ત્યારે તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડે છે. તેઓએ 16મી ઓવરમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, એટલે કે તેમની પાસે અંતિમ ઓવરો માટે પૂરતી વિકેટો બાકી હતી, અને પરિણામે તેઓ છેલ્લી કેટલીક ઓવરોમાં ખૂબ જ ઝડપથી સ્કોર કરી ગયા."

'ભારતમાં રમવાથી ઘણું શીખવા મળે છે'

નેધરલેન્ડ્સે આ 2026 ના T20 વર્લ્ડ કપમાં કુલ 4 મેચો રમી હતી, જેમાંથી માત્ર 1 માં તેમને જીત મળી હતી. તેઓ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયા છે.

પોતાના વર્લ્ડ કપના અનુભવને શેર કરતા કેપ્ટને અંતમાં જણાવ્યું કે, "ભારતની ધરતી પર આવીને ક્રિકેટ રમવાથી તમને હંમેશા કંઈક નવું શીખવા મળે છે. અહીંની પરિસ્થિતિઓ અમારા દેશ કરતા સાવ અલગ છે. અહીં મેદાન પ્રમાણમાં નાના છે, બેટિંગ માટે વિકેટો એકદમ સરળ અને સપાટ હોય છે, અને દર્શકોની વિશાળ ભીડ વચ્ચેનું વાતાવરણ અદભુત હોય છે. એક ટીમ તરીકે અમે ઘણા તબક્કામાં શાનદાર ક્રિકેટ રમી, પરંતુ મોટી અને નિર્ણાયક ક્ષણોમાં અમે દબાણ સહન કરવામાં નિષ્ફળ ગયા. જ્યારે તમે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં માત્ર 4 મેચ રમતા હોવ, ત્યારે મળતી તકોનો યોગ્ય લાભ ઉઠાવવો ખૂબ જ જરૂરી બની જાય છે."

Frequently Asked Questions

T20 વર્લ્ડ કપ 2026 ની મેચમાં કઈ ટીમો વચ્ચે રમાઈ હતી અને તેનું પરિણામ શું આવ્યું?

T20 વર્લ્ડ કપ 2026 ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 17 રનથી જીતી હતી.

નેધરલેન્ડ્સના કેપ્ટને ભારતીય બેટ્સમેનોના પ્રદર્શન વિશે શું કહ્યું?

નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ભારતીય બેટ્સમેનોની આક્રમક રમત અને વિસ્ફોટક ફાયરપાવરના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતીય બેટ્સમેનોએ અંતિમ ઓવરોમાં ખૂબ જ ઝડપથી સ્કોર બનાવ્યો.

નેધરલેન્ડ્સના બોલર આર્યન દત્ત વિશે કેપ્ટને શું કહ્યું?

કેપ્ટન એડવર્ડ્સે સ્પિનર આર્યન દત્તની ખાસ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આર્યને શરૂઆતમાં જબરદસ્ત બોલિંગ કરી અને ભારતીય બેટ્સમેનોને જોરદાર પડકાર ફેંક્યો હતો.

ભારતની બેટિંગ દરમિયાન નેધરલેન્ડ્સની ફિલ્ડિંગમાં શું ખામી રહી?

કેપ્ટને સ્વીકાર્યું કે ફિલ્ડિંગમાં કેટલીક મોટી ભૂલો થઈ અને મહત્વના કેચ છોડવામાં આવ્યા. આવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓને જીવતદાન આપવાની ભારે કિંમત ચૂકવવી પડી.

ભારતમાં ક્રિકેટ રમવાના અનુભવ વિશે કેપ્ટને શું જણાવ્યું?

કેપ્ટને કહ્યું કે ભારતની ધરતી પર ક્રિકેટ રમવાથી ઘણું શીખવા મળે છે. અહીંના મેદાન, વિકેટ અને દર્શકોનું વાતાવરણ અદભુત હોય છે, જોકે મોટી ક્ષણોમાં દબાણ સહન કરવું પડ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
Embed widget