(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ, 1st ODI: ભારતની દમદાર બેટિંગ, કીવી ટીમને જીત માટે 350 રનોનો ટાર્ગેટ, ગીલની ડબલ સેન્ચૂરી
મેચની વાત કરીએ તો, કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને આજે પ્રથમ વનડેમાં પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.
IND vs NZ, 1st ODI: ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ વનડેમાં ભારતીય ટીમે દમદાર બેટિંગનો નજારો બતાવ્યો છે, ફરી એકવાર ટીમ ઇન્ડિયાએ હરીફ ટીમને 300થી વધુ રનોનો ટાર્ગેટ જીત માટે આપ્યો છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા યજમાન કીવી ટીમને નિર્ધારિત 50 ઓવરમાં જીત માટે 350 રનોનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે.
મેચની વાત કરીએ તો, કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને આજે પ્રથમ વનડેમાં પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.
પ્રથમ બેટિંગ કરવા ઉતેરેલી ભારતીય ટીમે શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ, નિર્ધારિત 50 ઓવરના અંતે 8 વિકેટના 349 રન બનાવ્યા હતા, જ્યારે કીવી ટીમને જીત માટે 350 રનોનો ટાર્ગેટ આપ્યો હતો, આ ઇનિંગમાં યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલે શાનદાર બેટિંગ કરતાં કેરયિરની પ્રથમ વનડે બેવડી સદી ફટકારી હતી, ગીલે 149 બૉલનો સામનો કરીને 19 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 208 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમની વાત કરીએ તો ગીલની બેવડી સદી ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા 34 રન, સૂર્યકુમાર યાદવ 31 રન અને હાર્દિક પંડ્યાએ 28 રનની નાની ઇનિંગ રમી હતી.
જોકે, કીવી ટીમની વાત કરીએ તો બૉલિંગ દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમમાંથી ડેરિલ મિશેલને સૌથી વધુ 2 વિકેટ મળી શકી હતી, આ સિવાય ફર્ગ્યૂસન, ટિકનેર અને સેન્ટનર એક-એક વિકેટો મેળવવામાં સફળ રહ્યાં હતા.