IND vs NZ 1st Test: ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું, ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી
IND vs NZ 1st Test Day 5 Live Score: ન્યુઝીલેન્ડને બેંગલુરુ ટેસ્ટમાં છેલ્લા દિવસે જીતવા માટે 107 રન બનાવવા પડશે. ન્યુઝીલેન્ડ પાસે સાડા ત્રણ દાયકામાં પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ મેચ જીતવાની તક છે.
LIVE
Background
IND vs NZ 1st Test Day 5 Live Updates: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ રહી છે. મેચ ખૂબ જ રોમાંચક વળાંક પર આવી ગઈ છે, જ્યાં છેલ્લા દિવસે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રન બનાવવા પડશે. ચોથા દિવસના અંત સુધીમાં કિવી ટીમે 4 બોલ રમી લીધા હતા, પરંતુ તેમનું ખાતું પણ ખોલી શકાયું ન હતું. જ્યારે ટીમ ઈન્ડિયાનો બીજો દાવ 462 રનમાં સમેટાઈ ગયો હતો.
ચોથા દિવસે ભારતીય બેટ્સમેનોએ ઘણી લડત આપી હતી. એક તરફ સરફરાઝ ખાને 150 રન બનાવ્યા તો રિષભ પંત સદી ચૂકી ગયો પરંતુ તેની 99 રનની ઇનિંગે ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. પરંતુ ચોથા દિવસનું છેલ્લું સત્ર સંપૂર્ણપણે ન્યૂઝીલેન્ડના બોલરોના નામે રહ્યું કારણ કે ભારતે તેની છેલ્લી 7 વિકેટ માત્ર 54 રનમાં ગુમાવી દીધી હતી.
હવે ન્યુઝીલેન્ડને જીતવા માટે 107 રન બનાવવાના છે અને જો કીવી ટીમ આમ કરવામાં સફળ રહેશે તો તે 36 વર્ષની લાંબી રાહ બાદ ભારતીય ધરતી પર ટેસ્ટ મેચ જીતશે. ન્યૂઝીલેન્ડે છેલ્લે 1988માં તેના હોમગ્રાઉન્ડ પર ભારતને 136 રનથી હરાવ્યું હતું. તે દિવસોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન દિલીપ વેંગસરકર હતા.
ન્યુઝીલેન્ડે ભારત સામે ઐતિહાસિક જીત નોંધાવી
ન્યુઝીલેન્ડે ભારત સામે ઐતિહાસિક જીત નોંધાવી છે. બેંગ્લોરમાં 8 વિકેટે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડે છેલ્લે 1988થી ભારત સામે ટેસ્ટ મેચ જીતી હતી.
1ST Test. New Zealand Won by 8 Wicket(s) https://t.co/8qhNBrs1td #INDvNZ @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 20, 2024
ન્યુઝીલેન્ડને જીતવા માટે 34 રનની જરૂર
ન્યુઝીલેન્ડને જીતવા માટે માત્ર 34 રનની જરૂર છે. તેણે 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા છે. યંગ 33 રન બનાવીને રમી રહ્યો છે. રચિન રવિન્દ્ર 18 રન બનાવીને રમી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાને મળી મોટી સફળતા, કોનવે આઉટ
જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાને મોટી સફળતા અપાવી છે. ડેવોન કોનવે 39 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. ગ્રાઉન્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાએ ડીઆરએસ લીધું અને કોનવેને આઉટ જાહેર કરવામાં આવ્યો.
ન્યુઝીલેન્ડને જીતવા માટે 98 રનની જરૂર
7 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડે એક વિકેટ ગુમાવીને 9 રન બનાવી લીધા છે. ડેવોન કોનવે 27 બોલમાં 3 રન અને વિલ યંગ 6 રન સાથે રમી રહ્યો છે. ન્યુઝીલેન્ડને જીતવા માટે હજુ 98 રનની જરૂર છે.
ન્યુઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી
જસપ્રીત બુમરાહે પાંચમા દિવસના બીજા બોલ પર ટોમ લાથમને શૂન્યના સ્કોર પર LBW આઉટ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે શૂન્યના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે.