IND vs NZ 1st Test: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી પ્રથમ ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે ટેલિકાસ્ટ
IND vs NZ: . કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બ્રેક લીધો છે ત્યારે ભારતની કેપ્ટન્સી રહાણે સંભાળશે અને પૂજારા વાઈસ કેપ્ટન રહેશે.
IND vs NZ 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ટેસ્ટ સીરિઝની શરૂઆત થઈ રહી છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બ્રેક લીધો છે ત્યારે ભારતની કેપ્ટન્સી રહાણે સંભાળશે અને પૂજારા વાઈસ કેપ્ટન રહેશે. રોહિત શર્મા અને હવે રાહુલ પણ ૨૫ નવેમ્બરથી કાનપુરમાં શરૃ થઈ રહેલી ટેસ્ટમાં નહીં હોય ત્યારે બેટિંગ વિભાગમાં રહાણે અને પૂજારાની વિશેષ જવાબદારી રહેશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 9.30 કલાકે મેચ શરૂ થશે અને 9.00 કલાકે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરશે તેમ માનવામાં આવે છે.
કઈ ચેનલ પરથી થશે લાઈવ ટેલિકાસ્ટ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિંગ Disney+Hotstar પર જોઈ શકાશે.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ
અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, સૂર્યકુમાર યાદવ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, કેએસભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
વિરાટ કોહલી બીજી ટેસ્ટથી કેપ્ટનશિપ સંભાળશે
ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટઃ 25 થી 29 નવેમ્બર, કાનપુર, ગ્રીન પાર્ક સ્ટેડિયમ, સવારે 9.30 કલાકથી
બીજી ટેસ્ટઃ 3 થી 7 ડિસેમ્બર, મુંબઈ, વાનખેડે સ્ટેડિયમ, સવારે 9.30 કલાકથી
ટીમ ઈન્ડિયાના કયા સ્ટાર ક્રિકેટરને અપાયો છે આરામ
રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી બીજી ટેસ્ટથી ટીમની કેપ્ટનશિપ સંભાળશે. જ્યારે કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં ટીમમાંથી બહાર થયો છે. આ સ્થિતિમાં ભારતના બેટ્સમેનોની ન્યૂઝીલેન્ડના બોલર સામે કસોટી થશે.
— BCCI (@BCCI) November 23, 2021