શોધખોળ કરો

IND vs NZ: ટીમ ઈન્ડિયાની જીતના આ રહ્યા મોટા કારણ, જાણો કેવી રીતે ન્યુઝીલેન્ડે અમદાવાદમાં ભારત સામે ટેકવ્યા ઘૂંટણ

IND vs NZ, 3rd T20, Narendra Modi Stadium: ભારતીય ટીમે 168 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી હતી. આ સાથે જ ટી20 ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.

IND vs NZ 3rd T20:  ભારતીય ટીમે ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત બાદ ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી. પહેલા ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. આ સાથે જ ન્યૂઝીલેન્ડનો દાવ 12.1 ઓવરમાં માત્ર 66 રનમાં સમેટાઈ ગયો હતો.

કિવી બોલરોની જોરદાર ધોલાઈ

ભારત તરફથી ઓપનર શુભમન ગિલે 63 બોલમાં 126 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. આ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, ભારતીય ટીમનો ઓપનર ઈશાન કિશન સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. ઈશાન કિશે 3 બોલમાં 1 રન બનાવ્યો હતો.

ન્યુઝીલેન્ડને 235 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો

શુભમન ગિલ ઉપરાંત રાહુલ ત્રિપાઠી અને હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ કિવી ટીમ સામે 235 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. મોટા ટાર્ગેટના દબાણમાં મિશેલ સેન્ટનરની ટીમ માત્ર 66 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે 168 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી હતી. આ સાથે જ ટી20 ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.

શુભમન ગિલની આક્રમક ઇનિંગ

શુભમન ગિલે 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ઉપરાંત, તેણે કિવી બોલરો સામે મેદાનની ચારે બાજુ શોટ રમ્યા હતા. આ પહેલા શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં બેવડી સદી ફટકારી હતી.

નવા બોલ સાથે ટીમ ઈન્ડિયાના બોલરોની ઘાતક બોલિંગ

ભારતીય ટીમના વિશાળ લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડની ટીમ પત્તાની જેમ વિખેરાઈ ગઈ. ટીમ ઈન્ડિયાના બોલરોએ નવા બોલથી ઘાતક બોલિંગ કરી. ખાસ કરીને ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરી હતી. કિવી બેટ્સમેનો ભારતીય ફાસ્ટ બોલરો સામે આઉટ થતા રહ્યા. ન્યુઝીલેન્ડની અડધી ટીમ 21 રનમાં પેવેલિયન પરત ફરી હતી. જ્યારે કિવી 12.1 ઓવરમાં 66 રનમાં સમેટાઈ ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Embed widget