(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ Live Streaming: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે પ્રથમ ટી20, જાણો કઇ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી20 સીરીઝના પ્રસારણના અધિકાર કોઇ ટીવી ચેનલ પાસે નથી, પરંતુ બુધવારે મોડી સાંજે ભારતીય ફેન્સ માટે આની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.
IND vs NZ Live Streaming: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતાકાલથી એટલે કે શુક્રવારે (18 નવેમ્બર)થી દ્વિપક્ષીય ટી20 સીરીઝની શરૂઆત થઇ રહી છે. બન્ને ટીમો હાલમાં ન્યૂઝીલેન્ડના વેલિેંગટનમાં પહોંચી ચૂકી છે, ભારતીય ટીમ કીવી પ્રવાસે છે, અને ખાસ વાત છે કે આ વખતે રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ ટીમની આગેવાની હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. જાણો અહીં આવતીકાલની મેચ કેટલા વાગે ને કઇ ચેનલ પરથી ને કઇ એપ પરથી જોઇ શકાશે લાઇવ....
ભારતમાં ટીવી પર પણ થશે લાઇવ ટેલિકાસ્ટ -
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી20 સીરીઝના પ્રસારણના અધિકાર કોઇ ટીવી ચેનલ પાસે નથી, પરંતુ બુધવારે મોડી સાંજે ભારતીય ફેન્સ માટે આની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ સીરીઝની તમામ મેચોને હવે ભારતમાં ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઇ શકાશે. આ વિશે ડીડી સ્પોર્ટ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર આની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, આ સીરીઝનો આનંદ તમે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ અને બીજા ડિશ નેટવર્ક) પરથી ઉઠાવી શકો છો.
Official 📃 All the action LIVE and Exclusive on DD Sports (DD Free Dish and all other Dish Networks) 📺 #NZvIND pic.twitter.com/QOBpiVWfgp
— Doordarshan Sports (@ddsportschannel) November 16, 2022
કઇ મોબાઇલ એપ પર જોઇ શકાશે મેચ
આ સીરીઝને ડિજીટલ પ્રસારણના અધિકાર અમેઝૉનની પ્રાઇમ વીડિયોની પાસે છે, આવામાં તમામ મેચોનું ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્રાઇમ વીડિયો પર જોઇ શકાશે. જોકે આ માટે ફેન્સને પૈસા પણ ખર્ચવા પડશે અને અમેઝૉનની આ ઓટીટી એપ માટે સબ્સક્રિપ્શન લેવુ પડશે.
— prime video IN (@PrimeVideoIN) November 16, 2022
શું હશે મેચનું ટાઇમિંગ -
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી ટી20 મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ માટે ટૉસનો સિક્કો અડધા કલાક પહેલા એટલે કે સવારે 11:30 વાગ્યાથી ઉછાળવામાં આવશે.
ક્યાં રમાશે પહેલી ટી20 મેચ
સીરીઝની પહેલી મેચ વેલિંગટનના સ્કાય સ્ટેડિયમમાં રમાશે.