IND vs NZ: હાર્દિક-બુમરાહ વનડે સિરીઝમાં નહીં રમે! વર્લ્ડ કપ પહેલા BCCI એ લીધો આ મોટો નિર્ણય
IND vs NZ ODI 2026: ક્રિકબઝના એક અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વનડે શ્રેણીમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપવાનો નિર્ણય લીધો છે.

IND vs NZ ODI 2026: વર્ષ 2026 ની શરૂઆતમાં જ ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 11 January થી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં (ODI Series) ટીમ ઈન્ડિયાના બે સુપરસ્ટાર ખેલાડીઓ - હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જોવા મળશે નહીં. આ બંને દિગ્ગજોની ગેરહાજરી પાછળનું કારણ કોઈ ઈજા નથી, પરંતુ BCCI ની આગામી વર્લ્ડ કપને લઈને એક ખાસ રણનીતિ છે.
વર્કલોડ મેનેજમેન્ટ અને T20 વર્લ્ડ કપ પર ફોકસ
ક્રિકબઝના એક અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વનડે શ્રેણીમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપવાનો નિર્ણય લીધો છે. જોકે, ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ બંને ખેલાડીઓ ત્યારપછી રમાનારી 5 મેચની T20 સીરીઝમાં વાપસી કરશે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ 'વર્કલોડ મેનેજમેન્ટ' (Workload Management) છે. ભારત અને શ્રીલંકામાં 7 February થી શરૂ થઈ રહેલા 'T20 વર્લ્ડ કપ 2026' (T20 World Cup) ને ધ્યાનમાં રાખીને બોર્ડ પોતાના મુખ્ય ખેલાડીઓને ઈજાથી બચાવવા અને તેમને ફ્રેશ રાખવા માંગે છે.
બુમરાહનો બોજ ઘટાડવા બોર્ડ સાવચેત
ભારતીય પેસ એટેકની કરોડરજ્જુ સમાન જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) 2023 ના વનડે વર્લ્ડ કપ બાદ એકપણ વનડે મેચ રમ્યો નથી. બોર્ડ તેના વર્કલોડ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. T20 સીરીઝ પૂરી થયાના માત્ર 10 દિવસમાં જ ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) શરૂ થવાનો હોવાથી, બોર્ડ બુમરાહને બિનજરૂરી વનડે મેચોમાં રમાડીને થાકવા માંગતું નથી.
હાર્દિક પંડ્યા: ફિટનેસ અને ડોમેસ્ટિક ક્રિકેટ
બીજી તરફ, સ્ટાર ઓલરાઉન્ડર (All-rounder) હાર્દિક પંડ્યાની ફિટનેસ (Hardik Pandya Fintess) પણ ટીમ માટે મહત્વની છે. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તે વનડે રમ્યો નથી. ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી એટલી મહત્વની ન હોવાથી તેને આરામ આપવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, મેચ પ્રેક્ટિસ માટે હાર્દિક પંડ્યા બરોડા તરફથી 'વિજય હજારે ટ્રોફી' (Vijay Hazare Trophy) ની 2 મેચ રમી શકે છે, જેથી તે T20 ફોર્મેટ માટે લય મેળવી શકે.
ભારત vs ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણીનું સમયપત્રક (Schedule)
11 January: પ્રથમ વનડે - વડોદરા (Vadodara)
14 January: બીજી વનડે - રાજકોટ (Rajkot)
18 January: ત્રીજી વનડે - ઈન્દોર (Indore)




















